રાજેશ વસાવે :- દાહોદ
સિંગવડના તોરણી શાળાની ઘટનાને લઇ કોંગ્રેસે મુખ્યમંત્રીનો પૂતળું ફૂંકી આવેદન આપ્યું..
દાહોદ તા. 30
સિંગવડ તાલુકાની તોરણીની ઘટના લઈને સમગ્ર ગુજરાતમાં પડઘમ વાગી રહ્યા છે અને ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે વિરોધ પક્ષ સહિત રાજકીય સંગઠનો દ્વારા ઘટનાને ગંભીરને ધ્યાને લઈને આવેદનપત્ર આપી ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે સિંગવડ ખાતે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ના નેજા હેઠળ ભમરેચી માતાજી મંદિરે રણધીક પૂર્થી મામલતદાર કચેરી સિંગવડ ખાતે રેલી કાઢી ભારે સૂત્રોચારો સાથે મામલતદાર સિંગવડને આવેદનપત્ર આપી ઘટનાને વખોડી નરાધમ આચાર્યને કડકમાં કડક સજા આપવામાં આવે તેમજ રાજ્યના ગૃહ મંત્રી ને ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ ટોપલા ભરીને મત આપ્યા બાદ પણ આપણી દીકરી ની સલામતી નથી તેમ કહીને વિપક્ષ એ આડેહાથ લીધા હતા જ્યારે આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ સહિત ઝાલોદના પૂર્વ ધારાસભ્ય યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત મામલતદાર કચેરી સિંગવડ ખાતે આવેદનપત્ર વિરોધ કર્યો હતો
*સિંગવડ મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળતા કોંગ્રેસે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું*
સિંગવડ મામલતદાર કચેરી ખાતે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસને બગાસુ ખાતા પતાશું મળ્યાનો ઘાટ થયો હતો. જેમાં સિંગવડ તાલુકાના તોરણી ગામની ઘટનાને લઈને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ દાહોદ જિલ્લા દ્વારા રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બાદમાં મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં જ કાર્યકર્તાઓને કોંગ્રેસના કાર્યકર્તાઓને દારૂની ખાલી બોટલ મળી આવતા નો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં દાહોદ જિલ્લા યુદ્ધ પ્રમુખ કોંગ્રેસે શિંગવડ મામલતદાર કચેરીમાં દારૂની બોટલ ધમધમે છે અને અધિકારીઓ દારૂ પીને પૈસાને ઉઘરાણુ નો આક્ષેપ થતો વિડીયો વાયરલ થયો હતો.