રાજેશ વસાવે :- દાહોદ
આરોપીનો કેસ ન લડવા લીમખેડા બાર કાઉન્સિલનો ઠરાવ:ફાંસીની સજાની માંગ સાથે રાજકારણ ગરમાયુ
દાહોદના ચકચારી બાળકીના હત્યા પ્રકરણમાં આરોપી આચાર્યને લીમખેડા કોર્ટમા રજુ કરાયો,4 દિવસના રિમાન્ડ મંજૂર.
આરોપીને પોલીસ જાપ્તામાં મેડીકલ માટે લવાયો:આચાર્યને ફાંસીની માંગ સાથે સોશિયલ મીડિયામાં વોર
દાહોદ તા.૨૩
દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર કેસ જેમા પહેલાં ધોરણમાં 6 વર્ષીય માસૂમ બાળકી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ મો દબાવી નિર્મમ હત્યા કરનાર શાળાના આચાર્ય ગોવિંદ નટ ની ગઈકાલે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અત્યંત સંવેદનશીલ અને ઘૃણાસ્પદ ગણાતા આ કેસમાં આચાર્ય સામે સમાજ અને દાહોદવાસીઓ ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. સાથે સાથે ફાંસીની માંગ પણ કરી રહ્યા છે.ત્યારે પોલિસે આજરોજ આરોપી આચાર્ય ને કોર્ટમા રજુ કરતા પહેલા મેડિકલ પરીક્ષણ કરવા માટે લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.ત્યારબાદ સાંજે લીમખેડા કોર્ટમાં પોલીસે આચાર્ય ને રજુ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.જેમા નામદાર કોર્ટે કેસની સંવેદનશીલતા સમજી આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે કોર્ટમાં આરોપી તરફે વકીલ હાજર ન રહેતા આરોપી ગોવિંદ નટ દ્વારા જજ સામે પોતાની રજૂઆત કરી હતી જેમાં તેને જણાવ્યું હતું કે પોલીસે જે તપાસ કરી હશે તે સાચી હશે.ત્યારે આ પહેલા આચાર્યની ધરપકડ બાદ ગુનાના કામે વપરાયેલી તેની કાળા કાંચની ગાડીને કબજે લઈ ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલવામાં આવી છે.જોકે ચકચારી પ્રકરણમાં આરોપી આચાર્ય વિવિધ સંગઠનો સાથે જોડાયેલા હોવાની ફોટોમાં વાયરલ થતા હવે રાજકારણ પણ ગરમાયુ છે.જોકે હવે પોલીસ રિમાન્ડ દરમિયાન આ કેસની ખૂટતી કડીઓને પેપર પર લઈ ઘટનાનું રિંકન્ટ્રક્શન પણ કરશે.
*મેડિકલ પરીક્ષણ માટે લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લવાયો.*
આરોપી આચાર્ય ગોવિંદ નટને આજરોજ પોલીસ જાગતા હેઠળ મેડિકલ પરીક્ષણ માટે લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું જ્યાં બે કલાક સુધીનું મેડિકલ પરીક્ષણ ચાલ્યું હતુ.
*લીમખેડા બાર કાઉન્સિલે આરોપી આચાર્યના તરફે કેસ ન લડવા ઠરાવ કર્યો.*
સીંગવડના ચકચારી કેસમાં આરોપી આચાર્ય ગોવિંદ નટ સામે સમાજ અને પંથકમાંથી ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.આ ચકચારી ઘૃણાસ્પદ કેસમાં આરોપીનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ફાંસીની સજાની માંગ ઉઠવા પામી છે. ત્યારે આ કેસમાં આજે પોલીસ આરોપી આચાર્ય ગોવિંદ નટ ને સાંજે 5:06 વાગ્યે કોર્ટમાં રજુ કરે તે પહેલા લીમખેડા કોર્ટમાં વકીલાત કરતા વકીલોના બાર કાઉન્સિલે એક મિટિંગ યોજી આરોપી પક્ષે કેસ ન લડવા માટે ઠરાવ કર્યો છે. તેવું લીમખેડા બાર એસોસિએશનના પ્રમુખ વજેસિંહ લબાનાએ જણાવ્યું હતું. ત્યારબાદ કોર્ટે આરોપી તરફે વકીલાત કરવા માટે અને જગ્યાએ મેલ કર્યો હોવાનું કહેવાય રહ્યું છે.
*ઘૃણાસ્પદ કેસમાં આરોપીની ફાંસીની માંગ સાથે શોષિયલ મીડિયા વોર જામ્યો.*
ગઈકાલે સાંજે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર કેસનો પર્દાફાશ કરી બાળકી સાથે દુસ્કર્મ ના પ્રયાસ બાદ હત્યાં કરી હોવાનું ખુલાસો કરી આરોપી શાળાનો આચાર્ય ગોવિંદ નટ ની ધરપકડ કરી હોવાની જાહેરાત કરી હતી.જે બાદ અત્યંત સંવેદનશીલ ગણાતા અને ગુરુ શિષ્યના પવિત્ર રિશ્તાને કલંકિત કરનાર આ કેસમાં આરોપી ગોવિંદ નટ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વોર ચાલ્યો છે.તેમાંય ખાસ કરીને ટ્વીટર હેન્ડલ ઉપર આરોપી આચાર્ય ને ફાંસી થાય તે માટેની માંગ ઉગ્ર બનવા પામી છે એટલું જ નહીં #गोविंद_नट_को_फांसी_दो નો હેસટેગ પણ ખૂબ જ જબરજસ્ત રીતે ટ્રેન્ડ થઈ રહ્યો છે.
*આરોપી આચાર્યનું ભાજપ કનેક્શન.? સંઘ, વીએચપીની કાર્યશાળાના ફોટો વાયરલ.*
બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર શાળાના આચાર્યનું કનેક્શન ભાજપ સાથે જોડાયેલું હોય એવી કેટલીક તસવીરો સામે આવી છે. આરોપીના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ આરોપી ગોવિંદ નટના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં તે વિશ્વ હિંદુ પરિસદના કાર્યકમમાં ભાગ લેતો તેમજ પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે બેઠક કરતો જોવા મળ્યો છે. એટલું જ નહિ કાળજું કંપાવી દે એવી ઘટનાનો આરોપી આચાર્ય ક્યાંક ભાજપની માતૃસંસ્થા સંઘ જોડે કનેક્શન છે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદની કાર્યશાળામાં ભાગ લેતાંનો ફોટો પણ સામે આવ્યો છે. જયારે વર્ષ 2020 માં વિશ્ર્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના પંચમહાલ વિભાગના ધર્મચાર્ય પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હોવાનુ સામે આવી છે.
*ચકચારી પ્રકરણમાં રાજકારણ ગરમાયું,આવેદન આક્ષેપોનો દોર.*
સિંગવડના ચકચારી પ્રકરણ બાદ દાહોદ સહીત ગૂજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આવતીકાલે દાહોદ શહેર કૉંગ્રેસ સમિતિ તેમજ આપ દીકરીને ન્યાય મળે તેમજ આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે દાહોદ SP ને આવેદન આપવાની છે. જોકે આ ચકચારી પ્રકરણમાં બનાસકાંઠાના કોંગ્રેસી સાંસદે પણ રાજ્ય સરકાર પાસે બાળકોની સુરક્ષા ને લઈ કમિટી બનાવવા માટેની માંગ કરી છે. જયારે આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અને સુરત પક્ષના નેતા એવા અમિત ચાવડાએ પણ દાખલારૂપ સજાની માંગ સાથે દીકરીને ન્યાય મળે તે માટે સરકાર સામે માંગ કરી છે.