રાહુલ ગારી :- ગરબાડા
ભીલ સમાજ પંચ ગરબાડા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું
ગરબાડા તા. ૩
ગરબાડા તાલુકામાં અવિરત રીતે વરસેલા વરસાદને કારણે ખેડૂતોને નુકશાન થયુ હતુ, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા ખેડૂતોનાં નુકશાન પામેલા પાકના વળતર માટે કૃષિ મંત્રીને પત્રાઆપી રજૂઆત કરી હતી
ગરબાડા તાલુકામા તારીખ 21 થી 28 ઓગસ્ટ દરમિયાન થયેલ ભારે વરસાદના કારણે ગરબાડા તાલુકાનાં મોટાભાગના ખેડૂતો નેમકાઇ,તુવેર,અડદ જેવા પાકનું ભારે નુકશાન થવા પામેલ છે.
આ વિસ્તારમાં ખેડૂતો પાસે ઓછી જમીન હોઈ પાક નુકશાનીના કારણે વર્ષ દરમિયાન ભોજન પૂરતું પણ અનાજ મળી રહે તેમ નથી જેને લઈને તાલુકાનાં દરેક ગામમાં આ બાબતનો સર્વે કરાવડાવી તમામ ખેડૂતોને થયેલ પાક નુકશાનનું વળતર ચૂકવવા માં આવે તે માટે ભીલ સમાજ પંચ ગરબાડા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ઉલેખનીય છે કે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા ખેડૂતોનાં નુકશાન પામેલા પાકના વળતર માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્રાઆપી રજૂઆત કરી હતી.