બાબુ સોલંકી :- સુખસર
ઝાલોદ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ગરાડુ ગામની પ્રસુતાની 108 એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી
સુખસર,તા.27
26 જુલાઈ-2024 ના રોજ ગરાડુ ગામની એક 23 વર્ષ મહિલાને ડીલેવરી દુઃખાવો ઉપડતા 108 માં કોલ કરી કેશ નોંધાવ્યો હતો.ત્યારે ઝાલોદ 108 ને આ કેશ મળતાં તરત જ કોલર ને કોલ કરી ને પ્રિ અરાઈવલ ઇન્સ્ટ્રકશન આપી તાત્કાલિક જવા રવાનાં થયાં હતાં.ત્યારે ગરાડુ ગામ પહોંચ્યા પછી પેશન્ટ ની કંડીશન જોઈ, પેશન્ટ દુખાવો વધારે હોવાથી તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઇ પછી રસ્તામાં રાજપુર ગામ આવતા બાળકનાં બન્ને પગ દેખાતાં જ એમ્બ્યુલન્સ સાઇડ પર ઊભી રાખી એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી અને ડૉ ERCP ડૉ .મહેશની સલાહ મુજબ ટ્રીટમેન્ટ આપી માતા અને બેબી જીવનો જોખમ માંથી બચાવી S.D.H હોસ્પિટલ ઝાલોદમાં સ્વીફ્ટ કર્યું હતું.108 એમ્બ્યુલન્સના સ્ટાફ EMT અજય ડામોર અન પાઇલોટ અર્જુન કટારાની સૂઝબુઝ થી પેશન્ટને સલામતી પૂર્વક હોસ્પિટલ પહોંચાડ્યું હતું.આમ ચાલો 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.