બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં શૈક્ષિક મહાસંઘ ફતેપુરા દ્વારા ગુરુ વંદન કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં શૈક્ષણિક મહાસંધ ફતેપુરા ના કારોબારી સભ્યો,આર.એસ.એસ ના સભ્યો અને બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માંથી નીતા દીદી હાજર રહ્યા હતા
સુખસર,તા.24
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફતેપુરા દ્વારા તારીખ 22 જુલાઈ-2024 ને સોમવારના રોજ ગુરુવંદન કાર્યક્રમનું આયોજન મોડેલ સ્કૂલ વાંગડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ફતેપુરા તાલુકામાંથી મોટી સંખ્યામાં નોકરી ધંધો કરતા ભાઈઓ તથા બહેનો,મોડેલ શાળાની કન્યાઓએ તેમજ શૈક્ષિક મહાસંઘ ફતેપુરાના કારોબારી સભ્યો જોડાયા હતા.ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી સરદારસિંહ મછાર,RSS માંથી ફતેપુરા તાલુકા કાર્યવાહ મુકેશભાઈ તથા મુખ્ય વક્તા તરીકે બ્રમ્હાકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાંથી નીતા દીદી ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય કારોબારી સભ્ય કૃષ્ણમૂર્તિ પારગી દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનો પરિચય કરાવવામાં આવ્યો હતો.મંત્રી જીગ્નેશભાઈ કલાલ દ્વારા સંગઠનનો પરિચય આપવામાં આવ્યો.અધ્યક્ષ વિરેન્દ્રભાઈ તાવિયાડ, મુકેશભાઈ પીઠાયા અને સરદારસિંહ મછાર ગુરુવંદન કાર્યક્રમને અનુરૂપ સુંદર માહિતી આપી હતી.તથા મુખ્ય વક્તા એવા દીદી દ્વારા ગુરુ વંદન કાર્યક્રમ વિશે વિશેષ માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.વૈદિક મંત્રોચ્ચાર સાથે સૌ ઉપસ્થિત આમંત્રિતો દ્વારા ગુરૂ પૂજન કરવામાં આવ્યું હતુ.જીગ્નેશભાઈ દ્વારા આભાર વિધિસાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા સંગઠ્ઠન મંત્રી શંકરભાઈ કટારા દ્વારા કરવામાં આવ્યું હતુ.