Wednesday, 05/02/2025
Dark Mode

ગરબાડાની અભલોડ મુખ્ય પ્રાથમિક શાળામાં ઇજા પામેલ કોબ્રા સ્નેકનો રેસ્ક્યુ કરાયો

ગરબાડાની અભલોડ મુખ્ય પ્રાથમિક શાળામાં ઇજા પામેલ કોબ્રા સ્નેકનો રેસ્ક્યુ કરાયો

 વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડાની અભલોડ મુખ્ય પ્રાથમિક શાળામાં ઇજા પામેલ કોબ્રા સાપ રેસ્ક્યુ  કરાયો,સાપને શાળા માંથી બહાર કાઢતી વાળા પથ્થર વાગતા ચાર ઇંચ જેટલી ચામડી ફાટી ગઈ હતી

ગરબાડા તાલુકાના અભલોડ ગામ ની મુખ્ય પ્રાથમિક શાળામાં હાલમાં એડમિશન ની કામગીરી ચાલી રહેલ હોય બીજી તરફ શાળામાં વાલીઓની અવરજવરની સાથે ૧૫થી થી ૨૦ શિક્ષકો નો સ્ટાફ પણ હાજર હતો તેવામાં શાળાના ગાર્ડન ની દિવાલ ના ભાગમાં કોબ્રા સાપ જોવાતા શાળાના આચાર્ય કમલેશભાઈ દ્વારા ગામમાં કિરણભાઈ પંચાલ ને ફોન કરવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ કરવામાં આવતા કિરણભાઈ શાળાએ આવી પહોંચ્યા હતા અને સુમિત પરમાર જવરા પરમાર અને કિરણભાઈએ મળીને ત્યાંથી આ કોબ્રા સાપને કાઢવાની કોશિશ કરતા આ સાપ એક પથ્થર નીચે ભરાઈ ગયો હતો જે પથ્થર નીચેથી સાપને કાઢતી વેળા તેને ઇજા થઇ હતી ચાર ઇંચ જેટલી ચામડી ફાટી ગઈ હતી હેમ કેમ કેમ આ કોબ્રા સાપને પથ્થર નીચેથી બહાર કાઢયા બાદ સરકારી દવાખાને થી  બીટાડીન લોશન લગાવ્યા બાદ ડ્રેસિંગ કરી તેને પટ્ટી પણ બાંધી દેવામાં આવી હતી જેથી કરી ઇજા થયેલ ભાગ જલદી રુઝાઈ અને કીડી ઓ  સાપ ને હેરાન ન કરે આમ શાળાના સ્ટાફ તથા ગ્રામજનોની મદદથી એકદમ ઝેરીલા કોબ્રા સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને યોગ્ય જગ્યાએ છોડી દેવાયો હતો.

error: Content is protected !!