Wednesday, 30/10/2024
Dark Mode

ઝાલોદ તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા તોફાની બની:પ્રમુખના પતિ તથા કર્મચારી સામે વિવિધ આક્ષેપો ને પગલે વાતાવરણ ગરમાયું

ઝાલોદ તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા તોફાની બની:પ્રમુખના પતિ તથા કર્મચારી સામે વિવિધ આક્ષેપો ને પગલે વાતાવરણ ગરમાયું

હિરેન પંચાલ @ ઝાલોદ 

ઝાલોદ તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા તોફાની બની,પ્રમુખ ના પતિ તથા કર્મચારી સામે વિવિધ આક્ષેપો ને પગલે વાતાવરણ ગરમાયું.

ઝાલોદ તા.19

ઝાલોદ તાલુકા પંચાયત ની સામાન્ય સભા આજ શુક્રવાર ના રોજ તાલુકા પંચાયત ના સભાખંડ માં મળી હતી. તાલુકા પંચાયત ની આગામી ચૂંટણી સપ્ટેમ્બર માસ માં યોજાવાની હોઈ, આ સામાન્ય સભા તાલુકા પંચાયત ની હાલ ની કારોબારી ની અંતિમ સામાન્ય સભા પણ હતી. ત્યારે વિવિધ વિવાદો અને ચર્ચા ઓ ને પગલે આ સામાન્ય સભા તોફાની બની હતી.

આ સામાન્ય સભા માં કુલ ૩૨ જેટલા સભ્યોએ હાજરી નોંધાવી હતી તો તાલુકા ના તમામ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ સામાન્ય સભા માં મનરેગા યોજના હેઠળ પ્રી મોનશુંન અંતર્ગત વની કરણ, ફળાવવાડી, શાળા મેદાન સમતલ, શ્મશાન ઘાટ વનીકરણ વગેરે કામો નું આયોજન કરવામાં આવ્યું હતું. તો ૧૫ માં નાણાં પંચ અંતર્ગત ઝાલોદ તાલુકા ને મળનાર ૨૦ ટકા રકમ નું પણ આયોજન કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ લીમડી ખાતે આઇ સી ડી એસ ની સેક્ટર કચેરી ના બાંધકામ માટેની જમીન તેમજ વિવિધ પ્રાથમિક શાળા ઓ ના જર્જરિત ઓરડાઓ તોડવા અંગે ની મંજુરી માટે ની ચર્ચા ઓ કરવામાં આવી હતી.

પરંતુ આ ચર્ચાઓ દરમ્યાન ૧૫ માં નાણાં પંચ માં તાલુકા સભ્યો કરતા જિલ્લા પંચાયત સભ્યો પાસેથી આયોજન માંગી અને એ પ્રમાણે જ કરવામાં આવ્યું હોઈ આ નિયમ વિરુદ્ધ કામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ટીડીઓ સામે કરવામાં આવ્યો હતો. તો આ અંગે પ્રમુખ નહિ પણ પ્રમુખ ના પતિ જ નિર્ણય લેતા હોવાનો પણ આક્ષેપ તાલુકા પંચાયત સભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ખેતી તથા વિસ્તરણ અધિકારી પણ કિસાન સન્માન નિધિ માં ગેરરીતિ આચરી અને મળતીયા ઓ ને લાભ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઇને સામાન્ય સભા માં ચકમક ઝરતા માહોલ ગરમાયો હતો.

error: Content is protected !!