બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ચીખલી ગામમાં ભૂગર્ભ સંપ માંથી હજારો લિટર પાણીનો વેડફાટ:તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં?
દિવસોથી ચીખલી ગામે ભૂગર્ભ સંપ માંથી વેડફાતું પાણી ખેતરોમાં વહી રહ્યું છે
સુખસર,તા.29
ફતેપુરા તાલુકાના કેટલાક ગામડાઓમાં ભર ઉનાળામાં પીવાના પાણી માટે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. અને કિલોમીટરો સુધી પાણી મેળવવા દોડાદોડી કરતા હોય તેમ છતાં જ્યાં સરકાર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેને જવાબદાર તંત્ર દ્વારા જાળવણી નહીં થતાં હજારો લિટર પાણીનો વેદ ફાટ થતો હોય છે. અને તેવા ફતેપુરા તાલુકામાં અનેકવાર બનાવો બની ચૂકેલા છે.અને જ્યારે આ બાબતે પ્રજાનો અવાજ નહીં ઉઠે ત્યાં સુધી તેમાં સુધારો કરવામાં નહીં આવતો હોવાના પણ અનેકવાર કિસ્સા બનેલા છે.જ્યારે સરકાર દ્વારા પ્રજાને પાણી પૂરું પાડવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ છે.અને જેની જાળવણી સ્થાનિક જવાબદાર તંત્રને કરવાની હોય છે.પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે થતાં નવા આયોજનો સફળ થઈ નથી રહ્યા ત્યારે અગાઉના આયોજનનો દ્વારા કેટલાક ગામડાઓને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.જેમાં પણ અનેકવાર ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થતો હોય છતાં સ્થાનિક જવાબદારો દ્વારા તે પ્રત્યે ધ્યાન નહીં અપાતા પાણી નિરર્થક વહી જતું હોય છે.તેવી જ રીતે ચીખલી ગામે ભૂગર્ભ સંપ માંથી લાંબા સમયથી હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.ત્યારે તે પ્રત્યે તાત્કાલિક ધ્યાન આપી પાણીનો થતો વેડફાટ બંધ થાય તે પ્રત્યે લાગતું વળગતું તંત્ર ધ્યાન આપે તે ખૂબ જ આવશ્યક છે.