પીપલોદ સિંગવડ વચ્ચે સુકાયેલા વૃક્ષો જોખમી બન્યા, ટ્રીમિંગ ક્યારે ચર્ચા તો સવાલ.?
પીપલોદ તા. ૧૬
પીપલોદ થી સિંગવડ વચ્ચે સુકાયેલા વૃક્ષો તંત્ર દ્વારા નહીં કાપતા આ વૃક્ષો વાવાઝોડા તથા વરસાદના લીધે રસ્તા ઉપર પડતા કેટલાયને નુકસાન થાય તેમ છે.
પિપલોદ થી સિંગવડ વચ્ચે ઘણા સુકાયેલા વૃક્ષો આવેલા છે તેને સરકારી તંત્ર દ્વારા આવા વૃક્ષો કાપવા માટે પણ સરકારી તંત્રની નિષ્કાળજીના લીધે આવા વૃક્ષો વાવાઝોડા તથા વરસાદના લીધે તે વૃક્ષો રસ્તા ઉપર થી અવર-જવર કરતા રાહદારીઓ તથા વાહન ચાલકો ઉપર પડતાં નુકસાન થતું હોય છે જ્યારે આવા વૃક્ષો માટે જે તે ખાતાના અધિકારીઓ દ્વારા તેને ધ્યાને લઈને આવા વૃક્ષોને ફટાફટ કાપી નાખવામાં આવે તો રાહદારીઓ તથા વાહનચાલકોને તેનું નુકસાન ભોગવવું નહીં પડે અને તેનાથી નુકસાન થતું અટકી શકે તેમ છે માટે આ રસ્તા ઉપરના વૃક્ષોને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ધ્યાને લઈને તેને ઉતાવળથી કપાડી નાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આ સુકાયેલા વૃક્ષો માટે વારંવાર રજૂઆતો કરવા છતાં સરકારી તંત્રનું પેટનું પાણી હલતું નથી તેમ લાગી રહ્યું છે કા પછી તે કોઈ મોટી હોનારત થાય તેની રાહ દેખીને બેઠો હોય તેમ લાગી રહ્યું છે શું આ સૂકા જે વૃક્ષો છે તે વરસાદને વાવાઝોડું આવે તેના પહેલા કપાઈ જશે ખરા તે જોવું રહ્યું.