#DahodLive
બુથ કેપ્ચરિંગના બનાવને લઈ ચર્ચાસ્પદ બનેલા બુથ પર પુનઃ યોજાયેલા મતદાનનો વધારો..
સંતરામપુરના પ્રથમપુર ખાતે 220 નંબરના પોલિંગ બૂથ પર પુનઃ મતદાન પ્રકિયા પુર્ણ,71.33 ટકા બમ્પર મતદાન યોજાયો.
સાત મેના રોજ યોજાયેલા મતદાનમાં 69.60 ટકા જ્યારે પુનઃ મતદાનમાં 69.93 ટકા મતદાન નોંધાયું.
ચુસ્ત પોલીસ પોલીસ વચ્ચે યોજાયેલા મતદાનમાં,મુખ્ય ચૂંટણી અધિકારી નેહા કુમારી,ઓબ્ઝર્વર તેમજ એસપી હાજર રહ્યા.
ભાજપ કોંગ્રેસના ઉમેદવારે મતદાન મથકની મુલાકાત લીધી.
દાહોદ તા.11
દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભા મતવિસ્તારમાં આવેલા પ્રથમપુર પોલિંગ બુથ નંબર 220 માં યોજાયેલા ચૂંટણીમાં ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોર દ્વારા બુથ કેપ્ચરિંગ કરી મતદાન પ્રક્રિયાને પ્રભાવીત પ્રયાસ કર્યો હતો.સાથે સાથે આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડિયો શોશયલ મીડિયામાં શેર કરવામાં આવતા સમગ્ર પ્રકરણને લઈ હંગામાની સાથે ચકચાર મચી જવા પામી હતી.
ત્યારબાદ મહીસાગર જીલ્લા તંત્ર દ્વારા સંતરામપુર પોલીસ મથકે વિજય ભાભોર અને વીડિયોમાં દેખાતા અન્ય ઈસમ મગન ડામોર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જે બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ઘટનાની ગંભીરતાને લઈ બંને આરોપીઓને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાને લઇ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવીવાડે ચૂંટણી પંચને ફરિયાદ કરતા ચૂંટણી પંચે પણ વેલ એન્ડ ફેર ઇલેક્શન યોજાય તે માટે પરથમપુર બુથ નંબર 220 માં પુનઃ મતદાન કરવાના આદેશ આપ્યા હતા. સાથે સાથે બુથ કેપ્ચરિંગના બનાવમાં પોલિંગ એજન્ટ, પ્રિસાઇડિંગ ઓફિસર પોલીસ જવાનો સહિત છ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજરોજ યોજાયેલા પુનઃ મતદાનમાં વધારો થવા મળ્યો હતો. ગત 7 મી મે ના રોજ યોજાયેલા ઇલેક્શનમાં 69.60 ટકા મતદાન યોજાયો હતો. જ્યારે આજરોજ થયેલા પુનઃ મતદાનમાં 69.93 ટકા મતદાન યોજાયું હતું. અત્રે ઉલ્લેખની છે કે આ બૂથમાં 1224 જેટલા મતદારો નોંધાયેલા છે.જેમાં 618 જેટલા પુરુષ તેમજ 606 જેટલા મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
જે પૈકી આજરોજ 856 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય ચૂંટણી અધિકારી નેહાકુમારી ચૂંટણી ઓબ્ઝર્વર તેમજ એએસપીની ઉપસ્થિતિમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.સાથે સાથે આ મતદાન મથક પર ભાજપના ઉમેદવાર જસવંતસિંગ ભાભોર તેમજ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવીયાડ પણ મુલાકાત લીધી હતી. જોકે આજરોજ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલા આ મતદાન પ્રક્રિયામાં 69.93 ટકા મતદાન નોંધાયું છે. સાથે સાથે ઇવીએમ મશીનો પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં મૂકી દેવામાં આવ્યા છે.જેના પરિણામ હવે કેવા પ્રકારના આવે છે તે આગામી ૪ જૂનના રોજ મત ગણતરી કર્યા બાદ જ બહાર આવશે. પરંતુ બુથ કેપ્ચરિંગ બનાવને લઈ સંતરામપુર મત વિસ્તારમાં આવેલા પ્રથમપુર પોલીસ બુથે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.