રાજેશ વસાવે :- દાહોદ
લીમખેડા તાલુકાના વટેડા ગામે દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર
દાહોદના પ્રેમી પંખીડાએ અગમ્ય કારણોસર ગુડસ ટ્રેનની આગળ પડતો મૂકી આયખું ટકાવ્યું.
દાહોદ તા.03
દાહોદ તાલુકાના કઠલા ગામના પ્રેમીપંખીડાએ લીમખેડા તાલુકાના વટેડા ગામેથી પસાર થતા દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર અગમ્ય કારણોસર ગુડસ ટ્રેનની સામે ઝંપલાવી મોતને વ્હાલું કરી લીધાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના કઠલા ગામનાં ડુંગરા ડુગરા ફળિયાના 25 વર્ષે દિવાન બચુંભાઇ હીરુભાઈ વોહનીયા 23 વર્ષીય શારદાબેન બચુભાઈ હીરાભાઈ વોહનિયા નામક કથિત પ્રેમી પંખીડા આજરોજ ઘરેથી નીકળી લીમખેડા તાલુકાના વટેડા ગામે થી પસાર થતા દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર સામેથી પુરઝડપે આવી રહેલી ગુડસ ટ્રેનના આગળ ઝપલાવી મોતને વાહલું કરી લીધું હતું. આ બનાવ અંગેની જાણ ટ્રેનના ચાલકે લીમખેડા સ્ટેશન માસ્ટરને કરતા લીમખેડા સ્ટેશન માસ્ટરે દાહોદ ગુજરાત રેલવે પોલીસને જાણ કરી હતી.
જે બાદ ગુજરાત રેલવે પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચતા બંનેના મૃતદેહ રેલ્વે ટ્રેક થી સાઈડ આઉટર સિંગલ પર મળી આવતા આ હદ લીમખેડા પોલીસ મથકે આવતી હોવાથી લીમખેડા પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. જે બાદ લીમખેડા પોલીસે પંચકયાસ કરી બંને પ્રેમી પંખીડાના મૃતદેહને લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી મરણ જનાર શારદાબેન ના પિતા બચુભાઈ ભુરાભાઈ વોહનીયાની જાહેરાતના આધારે સીઆરપીસી 174 મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.