#DahodLive#
લોકસભા ચૂંટણી પૂર્વ આમ આદમી પાર્ટીની વધુ બે વિકેટ પડી..
દાહોદમાં આમ આદમી પાર્ટીના સંયોજક, તેમજ યુવા મોરચાના પ્રમુખે કાર્યકર્તાઓ સાથે ભાજપમાં પ્રવેશ મેળવ્યો..
દાહોદ તા. ૩
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઇન્ડિયા એ લાયન્સના કાંગરા કાંગરા જોવા મળી રહ્યા છે. ચૂંટણી જાહેર થયા બાદ ફતેપુરા,સંજેલી,લીમખેડા , સિંગવડ ધામપુર, ગરબાડા જેવા વિસ્તારોમાંથી કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ આમાંથી પાર્ટી તેમજ કોંગ્રેસને છોડી બીજેપીનો કેસરિયો ધારણ કર્યો છે. ત્યારે આજરોજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી.નડ્ડાની જનસભા પૂર્ણ થયા બાદ કમલમ કાર્યાલય ખાતે પહોંચેલા કેબિનેટ મંત્રી કુબેર ડીંડોર, રાજકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર, ધારાસભ્યો તેમજ સુધીરભાઈ લાલપુર વાળાની ઉપસ્થિતિમાં આમ આદમી માંથી પાર્ટીના પાયાના હોદ્દેદાર ગણાતા જિલ્લાના સંયોજક સ્વપ્નિલ ભાભોર તેમજ યુવા મોરચાના જિલ્લા પ્રમુખ કુણાલ તડવી શહીદ સંખ્યાબંધ આમાંથી પાર્ટીના કાર્યકર્તાઓએ ઇન્ડિયા એલાયન્સ થી નારાજ થઈ તેમજ નરેન્દ્ર મોદી, તેમજ ભાજપની નીતી રીતીથી પ્રભાવિત થઈ ઇન્ડિયા એલાઈન્સને રામરામ કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓના જણાવ્યા અનુસાર તેઓ સમાજની પાર્ટીના પાયાના પથ્થર હતા. ગઠબંધનમાં ચૂંટણી લડતી હોવાથી તેઓ નારાજ થઈ આજે ભાજપમાં જોઈન્ટ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીએ છે કે ચૂંટણી દરમિયાન જિલ્લાની છ એ છ વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ તેમજ આમાંથી પાર્ટીના સંખ્યાબંધ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ ઇન્ડિયા એલાઇન્સ ગઠબંધનને રામ રામ કરી દેતા લોકસભાની ચૂંટણી કોંગ્રેસ તેમજ ઇન્ડિયા એલાયન્સ માટે કપડા ચઢાણની જેમ સાબિત થઈ રહી છે. ત્યારે આવનારા સમયમાં લોકસભાના ઇલેક્શનમાં શું અસર પડશે તે જવું રહ્યું.