80 વર્ષ વટાવી ચૂકેલા મતદારોનું મામલતદાર તથા સુપરવાઇઝર દ્વારા ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરાયું
લોકશાહીને સુદ્રઢ બનાવવા માટે એક સંવાદ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ગરબાડા મામલતદારએ 80 વર્ષ વટાવી ચૂકેલા વયોવૃદ્ધ મતદારોના ઘરે જઈને મતદાન વિશેના અનુભવો અંગે વાતચીત કરી હતી.
દાહોદ તા. ૨૨
આગામી સમયમાં ગુજરાત રાજ્યની લોકસભાની ચૂંટણી આવી રહી છે હવે ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે ત્યારે વધુમાં વધુ લોકો મતદાન તરફ પ્રેરિત થાય અને મતદાન કરે તે માટે ગરબાડા મામલતદાર શીલાબેન નાયક સુપરવાઇઝર નર્વતભાઈ અને નાયબ મામલદાર તેમજ BLO દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેમાં 80 વર્ષથી વધુ વયના વયોવૃદ્ધ લોકોના ઘરે જઈને મામલતદાર, નાયબ મામલતદાર સુપરવાઇઝર તેમજ BLO દ્વારા ગુલાબના ફૂલ આપીને સન્માન કરાયું હતું 80 વર્ષ વટાવી ચૂકેલા વૃદ્ધ લોકો મામલતદાર દ્વારા મતદાન વિશેના અનુભવો તથા તેમના વિચારો જાણ્યા હતા અને મતદાન કરવા માટે અપીલ કરી હતી..