રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪
જિલ્લા ચુંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને દાહોદ સેવા સદન ખાતે કાયદો અને વ્યવસ્થા અન્વયે બેઠક યોજાઇ
દાહોદ તા. ૨૦
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાંની સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિર્ભય વાતાવરણ યોજાય તે માટે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે.
આ બેઠકમા ચૂંટણીમાં આચારસંહિતાના ભંગને લગતી બાબતો પર વોચ રાખવા માટે સમગ્ર જિલ્લા તંત્ર અસરકારક રીતે ચૂંટણી પ્રક્રિયામાં જોડાઇ ગયું છે. દાહોદ જિલ્લાના લોકલ વિસ્તારોમા ચુંટણીને લઈને કોઇપણ પ્રકારની ગેરરીતિ ના થાય એ માટે ચુંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે દ્વારા સુચના આપવામા આવી હતી. ઉપરાંત ફ્લાઇંગ સ્ક્વોડ તેમજ લોકલ પોલિસે આંતરિક રીતે એકબીજા સાથે સંકલન સાધીને કામગીરી કરવા સુચવ્યુ હતુ. સ્ટ્રોંગ રુમના પ્રોટેક્શન માટે તેમજ મત કેંદ્રોના રુટ નક્કી કરીને દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારોમા તેમજ અંતરિયાળ વિસ્તારોમાં થતી શંકાસ્પદ હલચલની જાણ કરવા ત્યાના સ્થાનિકોને જરુરી જાણકારી સહિત માર્ગદર્શન આપી આચારસંહિતાનો ભંગ ન થાય તેની સમ્પુર્ણપણે તકેદારી રાખવા જણાવ્યુ હતુ.
દાહોદ જિલ્લામાં લોકસભા સામન્ય ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે જિલ્લા પોલીસ તંત્રની કામગીરી અને ચુસ્ત વ્યવસ્થા બાબતે માહિતી આપતા જિલ્લાના પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા એ જણાવ્યું કે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ અને મુક્ત, ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાઇ એ માટે જિલ્લા પોલીસ રાતદિવસ કામગીરી કરી રહી છે. વધુમાં શ્રી ઝાલા એ જણાવ્યું કે સ્થાનિક પોલીસ દ્વારા સરહદી ગામોમાં ચૂંટણી દરમિયાન સઘન પેટ્રોલીગ,ભાગેડુ ગુનેગારોને પકડી પાડવા તેમજ ચૂંટણી ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાઈ એ માટે પોલીસનો સઘન બંદોબસ્ત સહિતની બાબતો વિશે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, સંખ્યાધિક અધિક કલેકટર શ્રી જે.બી.ઉપાધ્યાય ,એ.એસ.પી સુશ્રી બિશાખા જૈન, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી સુશ્રી હેતલબેન, તમામ પ્રાંત અધિકારી શ્રીઓ, દાહોદ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.