રાજેશ વસાવે :- દાહોદ
CSR એક્ટીવીટી હેઠળ એમ. જી.વી.સી. એલ વડોદરાના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિલવાણીને અદ્યતન એમ્બ્યુલન્સ આપવામાં આવી.
દાહોદ તા. ૨
દાહોદમાં જિલ્લા પંચાયત ભવન ખાતે એમ. જી.વી.સી.એલ વડોદરા દ્વારા દાહોદ જિલ્લાને CSR એક્ટીવીટી હેઠળ મળેલ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત તેમજ અન્ય અગ્રણીઓની હાજરીમાં એબ્યુલન્સને લીલી ઝંડી આપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિલવાણી, ઝાલોદને સોંપવામાં આવી હતી.
આ અદ્યતન એમ્બ્યુલન્સ થકી બિલવાણી પ્રા.આ.કેન્દ્ર વિસ્તારના લોકો સગર્ભા માતા, બાળકો તેમજ ઇમરજન્સી સમયે સમયસર રેફરલ થઈ શકશે તેમજ તેનો જરૂરિયાતમંદ લોકોને લાભ પણ મળી શકશે. પ્રા. આ. કેન્દ્ર .બિલવાણી તરફથી ઉપસ્થિત આયુષ સ્ટાફનર્સે દ્વારા આ એમ્બ્યુલન્સ મળવા બદલ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો