રાજેશ વસાવે :- દાહોદ
દેવગઢ બારીયા પ્રાંત અધિકારી સુ શ્રી જ્યોતિબા ગોહિલને ‘શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી’ના એવોર્ડથી સન્માનિત કરાયા
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સન્માન
દાહોદ તા. ૨૮
દાહોદ:-દેવગઢબારીયા પ્રાંત અધિકારી સુશ્રી જ્યોતિબા ગોહિલને ગાંધીનગર ખાતે ‘મતદાર નોંધણી અધિકારી’નાં એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી પી. ભારતીની યોજાયેલા ૧૪મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં તેમને આ એવોર્ડ એનાયત કરાયો હતો.