Thursday, 26/12/2024
Dark Mode

વન સેતુ ચેતના યાત્રા: દાહોદ જિલ્લાના ગરબાડા અને દાહોદ ખાતે વન સેતુ ચેતના યાત્રા’ નું આગમન

January 21, 2024
        795
વન સેતુ ચેતના યાત્રા: દાહોદ જિલ્લાના ગરબાડા અને દાહોદ ખાતે વન સેતુ ચેતના યાત્રા’ નું આગમન

વન સેતુ ચેતના યાત્રા: દાહોદ જિલ્લાના ગરબાડા અને દાહોદ ખાતે વન સેતુ ચેતના યાત્રા’ નું આગમન

૨૨ મી જાન્યુઆરીએ સમગ્ર દેશ અને રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં દિવાળી જેવો મહોત્સવ ઉજવાશે – મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ

યાત્રાના સ્વાગત પ્રસંગે આદિવાસી ઢોલ નગારાના તાલે મહાનુભાવો આદિવાસી નૃત્યમાં જોડાયા

દાહોદ તા. ૨૧

વન સેતુ ચેતના યાત્રા: દાહોદ જિલ્લાના ગરબાડા અને દાહોદ ખાતે વન સેતુ ચેતના યાત્રા’ નું આગમન

દાહોદ:- સમગ્ર રાજ્યમાં આજથી પ્રારંભાયેલી ‘વન સેતુ ચેતના યાત્રા’નો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે, ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા અને દાહોદ ખાતે પહોચતા, દાહોદ જિલ્લા તંત્ર સહિત ગ્રામજનો દ્વારા યાત્રાના રથ તથા પધારેલા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ રાજય મંત્રીશ્રી, મુકેશભાઇ પટેલ, અને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અને પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને ‘વન સેતુ ચેતના યાત્રા’નો કાર્યક્રમ યોજાયો હતો.

વન સેતુ ચેતના યાત્રા: દાહોદ જિલ્લાના ગરબાડા અને દાહોદ ખાતે વન સેતુ ચેતના યાત્રા’ નું આગમન 

આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આ વન સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ્ય દરેક લોકોને વન સાથે જોડવાનો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સને ૨૦૨૩-૨૪ ના વર્ષમાં રૂ.૪૭,૦૦૦ કરોડની જોગવાઈ કરી છે. આદિમજુથના લોકોને પીએમ જનમન યોજના થકી ૨૭ હજાર પરિવારોને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા, અને તાપી જિલ્લા વહીવટી તંત્રની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે. 

આદિવાસી પ્રજા દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલાની વસ્તુઓને રાજ્ય અને રાષ્ટ્ર સ્તર સુધી પહોચાડવા વેચાણ માટેની સુદ્રઢ વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે એમ તેમણે ઉમેયું હતું. 

વન સેતુ ચેતના યાત્રા: દાહોદ જિલ્લાના ગરબાડા અને દાહોદ ખાતે વન સેતુ ચેતના યાત્રા’ નું આગમન

આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે, આપણી સરકાર લોકોની સમક્ષ જઈ લોકો સાથે મળીને કામ કરી રહી છે. આ કાર્યક્રમ થકી વીજળી, ઘર, શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તાઓ સહિત તમામ પાયાની સુવિધાઓ આપવાનું ભગીરથ કામ સરકારે કર્યુ છે. આપણા વિસ્તારના વિવિધ યોજના થકી પરિવારોને ઘરબેઠાં યોજનાઓથી લાભાન્વિત કરવાનું કામ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન અને સફળ નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે. વધુમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્નારા ગામે – ગામ જઈ ઘર આંગણે સરકારની વિવિધ યોજનાઓ પહોચાડવાનું કામ કર્યું છે. 

આ પ્રસંગે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું ક, સ્વચ્છતાના આગ્રહી વડાપ્રધાનશ્રી દ્વારા ગત ૧૪ થી આગામી ૨૨ મી જાન્યુઆરી સુધી તમામ તીર્થ સ્થળો અને મંદિરો ખાતે સ્વચ્છતા અભિયાનને ઝુંબેશરૂપે ઉપાડી છે, ત્યારે તાપી જિલ્લામાં પણ સૌ કોઇને પોતાની આસપાસ આવેલા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવા સાંસદશ્રી એ અપીલ કરી હતી. 

વધુમાં સાંસદ શ્રી એ ઉમેર્યું હતું કે, શ્રી રામ ભગવાન સાથે આપણા સૌની આસ્થા જોડાયેલી છે. ૫૦૦ વર્ષ પછી આવો અનેરો અવસર આવ્યો હોઇ ત્યારે આગામી ૨૨ મીએ આપણા રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં દિવાળી જેવા મહોત્સવની ઉજવણી કરવાની છે, એમ ઉપસ્થિત સૌને તેમણે અનુરોધ કર્યો હતો.

  આ કાર્યક્રમ દરમિયાન સ્વાગત પ્રવચન તેમજ આભારદર્શન વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી અમિત નાયકે કર્યુ હતું. યાત્રાના સ્વાગત પ્રસંગે આદિવાસી ઢોલ નગારાના તાલે મહાનુભાવો આદિવાસી નૃત્યમાં જોડાયા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ડો હર્ષિત ગોસાવી, જિલ્લા પંચાયત પમુખ શ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને ગામના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

૦૦૦૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!