રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લાના બારીયા સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા યોજાઈ
દાહોદ તા. ૫
બારીયા સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે જીલ્લા કક્ષાંનો સાંસદ ખેલ સ્પર્ધા યોજવામાં આવી જેમાં દાહોદ જિલ્લા સાંસદ સભ્ય શ્રી જશવંત ભાભોર, ગુજરાત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડનાઓ હાજર રહ્યા હતા. આ સાંસદ ખેલ સ્પર્ધા માં એસ.આર.પી જૂથ – ૪ ખાતે ફરજ બજાવતા પી.એસ.આઇ શ્રી રાજેશ વસૈયા નાઓએ વ્યક્તિગત આર્ચરી ગેમ્સ માં 30 મીટર આર્ચરી ઇન્ડિયન રાઉન્ડ માં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવેલ તેમજ એસ.આર.પી જૂથ – ૪ ની રસ્સા ખેંચ ટીમ પ્રથમ નંબરે વિજેતા થયેલ આમ આર્ચરી/રસ્સાં ખેંચ ગેમ્સ માં પ્રથમ નંબરે આવતા સાંસદ સભ્યશ્રી જશવંત ભાભોર નાંઓના હાથે મેડલ વિતરણ તેમજ ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું . આમ એસ.આર.પી જૂથ – ૪ ના ખેલાડીઓએ વિજેતા બની જૂથ – ૪ દાહોદ, તેમજ ગુજરાત પોલીસ નું નામ રોશન કરેલ છે .