ઝાલોદના માછણનાળા ડેમમાંથી યુવકનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં જોવા મળ્યો
મૃતદેહ ડી-કમપોઝ થવાનો શરૂ થયો એક દિવસ અગાઉ ઘરેથી નિકળ્યો હોવાની ચર્ચાઓ..
દાહોદ તા.30
દાહોદના ઝાલોદ તાલુકા નજીક વરોળ ટોલનાકા પાસે માછળનાળામાં એક મૃતદેહ તરતો જોવા મળતા સ્થાનિક રહીશો દ્વારા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી. અને સ્થાનિક તરવૈયા દ્વારા આ મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું સામે આવ્યું છે.
ઝાલોદ તાલુકાના લીમડી નજીક આવેલ માછણડેમમાંથી આજરોજ અજાણ્યા શખ્સની લાશ ડેમમા તરતી જોવા મળી હતી.જેમાં ગ્રામજનો તેમજ લીમડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે લીમડી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમાં લીમડી પોલીસે દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે હાલ સમાચાર લખાય ત્યાં સુધી અજાણ્યા યુવકની ઓળખ હજી સુધી થઈ શકી નથી. ત્યારે આજ રોજ મળી આવેલી લાશ કોની છે. કોઈકે ડેમમાં પડતું મૂકી આયખું ટુકાવ્યું છે કે પછી કોઈકે આ વ્યક્તિને મારી પુરાવાના નાશ માટે મૃતદેહને ડેમમા ફેંકી દીધો છે. હાલ તમામ આશંકાઓની વચ્ચે સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરી દીધો છે.ત્યારે આ અજાણ્યા મૃતદેહની ઓળખ છતી થયા બાદ સમગ્ર મામલાનો ભેદ ઉકેલાશે.તેવી હાલ આશાઓ સેવાઈ રહી છે.