રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ એલસીબી પોલીસે ફોરવીલર ગાડીમાંથી 33 હજાર ઉપરાંતના વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી..
પોલીસે ગાડીના ચાલક સહિત બે ઈસમો સામે ગુનો દાખલ કર્યો,
દાહોદ તા.06
દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની પોલીસે લીમખેડા નજીક પીપલોદ જવાના રસ્તે પેટ્રોલિંગ દરમિયાન ફોરવીલર ગાડીમાંથી 33 હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી વિદેશી દારૂના જથ્થો તેમજ ફોર વહીલર ગાડી મળી 2.83 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળેલ છે.
દાહોદ જિલ્લામાં હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે.તેવા સમયે પંથકમાં વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા સક્રિય બનેલી દાહોદ એલસીબી પોલીસે લીમખેડા નજીક પીપલોદ જવાના રસ્તે પેટ્રોલિંગ દરમિયાન ઝાલોદ તરફથી આવતા Rj-03-CB-6405 ને ઉભી રાખતા ફોરવહીલ ગાડીનો ચાલક દિલીપ મીઠાલાલ બારીયા રહે. ગોયકા બારીયા, રહે. સજ્જનસિંહ બાસવાડા ગાડી સ્થળ પર મુકી ભાગવા જતા પોલીસે તેનો પીછો કરી ઝડપી લીધો હતો. ત્યારબાદ ગાડીની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 127 બોટલો મળી 33,810 વિદેશી દારૂ તેમજ 2.50 લાખની ગાડી મળી કુલ 2,83,810 નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનની હેરફેરમાં સંડોવાયેલા દિલીપભાઈ,મીઠાલાલ બારીયા,પીન્ટુ ડામોર સહિત બે ઇસમો સામે પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે.