Thursday, 26/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના મકવાણા ના વરુણા માર્ગ ઉપર થી સુખસર પોલીસે કતલખાને જતી ત્રણ ભેંસોને બચાવી

November 11, 2023
        622
ફતેપુરા તાલુકાના મકવાણા ના વરુણા માર્ગ ઉપર થી સુખસર પોલીસે કતલખાને જતી ત્રણ ભેંસોને બચાવી

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના મકવાણા ના વરુણા માર્ગ ઉપર થી સુખસર પોલીસે કતલખાને જતી ત્રણ ભેંસોને બચાવી

ત્રણ ભેંસોની કિંમત રૂપિયા સાઇઠ હજાર તથા બોલેરો પીક અપ ડાલાની કિંમત બે લાખ મળી કુલ બે લાખ સાઇઠ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો

સુખસર,તા.૧૦

ફતેપુરા તાલુકાના મકવાણા ના વરુણા માર્ગ ઉપર થી સુખસર પોલીસે કતલખાને જતી ત્રણ ભેંસોને બચાવી

 ફતેપુરા તાલુકાના સુખસર થી પસાર થતા હાઇવે માર્ગ તથા પંથકના નાના-મોટા રસ્તાઓ ઉપરથી મહીસાગર જિલ્લા માંથી નિયમિત ઘરડા પશુઓને કતલખાનામાં ધકેલતા અને રાજસ્થાન તરફ મોકલવામાં આવતા પશુઓ ફતેપુરા તાલુકામાંથી બિન રોકટોક પસાર કરવામાં આવી રહ્યા હતા.પરંતુ હાલ સુખસર પી.એસ.આઇ જી.બી.ભરવાડની સતર્કતાના કારણે અવાર-નવાર કતલખાને જતા પશુઓ ઝડપી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા ઈસમોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી હોવાનું જાણવા મળે છે.જેમાં ગતરોજ મહીસાગર જિલ્લા તરફથી રાજસ્થાન તરફ કતલખાનામાં લઈ જવામાં આવી રહેલ ત્રણ ભેંસો નો કબજો મેળવી ગેરકાયદેસર પશુ વહન કરતા ઈસમની ધરપકડ કરી કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

      પ્રાપ્તિ વિગતો મુજબ ગુરૂવાર ના રોજ સુખસર પોલીસને સંતરામપુર તરફથી ગેરકાયદેસર યદેસર પીક અપ ડાલામાં ભેંસો ભરી રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહી હોવાની સુખસર પોલીસને બાતમીદાર દ્વારા બાતમી મળતા સુખસર પોલીસ મકવાણા ના વરુણા ખાતે વોચમાં ઉભી હતી તેવા સમયે બાતમી વાળા પીક અપ ડાલા નંબર જીજે.૦૨-વીવી-૮૭૨૫ ને પોલીસે ઉભુ રાખવાનો ઈશારો કરતા ડાલા ચાલક પોતાના ગાડીને લઈ ભાગી છૂટવાની કોશિશ કરતાં સુખસર પોલીસે સરકારી ગાડી થી પીછો કર્યો હતો અને તેને ઊભું રાખીને પીક અપ ડાલામાં તપાસ કરતા આ પીક અપ ડાલામાં ત્રણ ભેંસો ખીચો ખીંચતા પૂર્વક ટૂંકા દોરડા વડે બાંધી ઘાસચારા અને પાણી વગર તેમજ કોઈ આધાર પુરાવા વગર ભેંસોની કતલ કરવાના ઈરાદાથી લઈ જવામાં આવી રહી હોવાની પાકી ખાતરી થતાં ત્રણ ભેસો તથા પીક અપ ડાલાનો પોલીસે કબજો મેળવ્યો હતો. જેમાં ત્રણ નંગ ભેંસોની કિંમત રૂપિયા ૬૦,૦૦૦ તથા પીક ડાલાની કિંમત રૂપિયા ૨૦૦,૦૦૦ કુલ મળી રૂપિયા ૨,૬૦,૦૦૦ નો સુખસર પોલીસે મુદ્દા માલ કબજે કર્યો હોવાનું જાણવા મળે છે.ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા ઈસમને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નિતેશભાઇ પ્રવીણભાઈ કટારા રહે.ચીચાણી આશ્રમ ફળિયુ,તા.સંતરામપુર,જી. મહીસાગરનો હોવાનું જણાવ્યું હતું.

ફતેપુરા તાલુકાના મકવાણા ના વરુણા માર્ગ ઉપર થી સુખસર પોલીસે કતલખાને જતી ત્રણ ભેંસોને બચાવી

         સુખસર પોલીસે ગેરકાયદેસર પશુ વહન કરતા નિતેશભાઇ પ્રવીણભાઈ કટારાની વિરુદ્ધમાં ધી ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ-૧૧(૧)(ડી)(ઇ)(એફ)(એચ) તથા જીપી એક કલમ ૧૧૯ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!