દાહોદમાં નિષ્ઠાપૂર્વક ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને પ્રસસ્તી પત્રથી સન્માનિત કરાયા..  દાહોદ SP ના હસ્તે તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને પ્રસસ્તી પત્ર એનાયત કરવામાં આવ્યા..

Editor Dahod Live
4 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં નિષ્ઠાપૂર્વક ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને પ્રસસ્તી પત્રથી સન્માનિત કરાયા.. 

દાહોદ SP ના હસ્તે તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને પ્રસસ્તી પત્ર એનાયત કરવામાં આવ્યા..

દાહોદ તા.09

 દાહોદ પોલીસ હેડ ક્વાટર ખાતે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ જુદા જુદા પોલીસ મથકો, તેમજ શાખાઓમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ટૂંકા ગાળામાં ગુનાખોરીને ડામવાની સાથે સાથે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 2 આસપાસ

અધિકારીઓ, ત્રણ પીઆઇ, ચાર પીએસઆઇ, એક એએસઆઈ તેમજ બે કોન્સ્ટેબલ સહિત કુલ ૧૩ પોલીસ કર્મીઓને પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના હસ્તે પ્રશસ્તી પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં દાહોદ ડિવિઝનમાં એએસપી તરીકે ફરજ બજાવતા કે સિદ્ધાર્થને

ગત તારીખ 31.10.2023 ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે યોજાયેલી નેશનલ એકતા પરેડમાં કમાન્ડર ની ભૂમિકા નિભાવી રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધારવા બદલ, લીમખેડા ડિવિઝનના એ.એસ.પી વિશાખા જૈન ને દાહોદમાં બહુચર્ચિત મિલાપ શાહ મર્ડર કેસમાં ખૂબ જ ખંતથી કામ કરી ગુનો ડિટેક્ટ કરવા તેમજ મુદ્દામાલ રિકવર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ, એલસીબી શાખાના પીઆઇ કે.ડી. ડીંડોરને છેલ્લા બે માસના ટૂંકા ગાળામાં કુલ 38 જેટલા નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ કરી 35 વર્ષથી ભરૂચ તેમાં

દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથકનો દસ હજાર રૂપિયાનો ઇનામી આરોપી મનસુખભાઈ ઉર્ફે જોખનાભાઈ બદિયા (બાલવાસા એમ.પી.) ને ઝડપી પાડવા બદલ, સાયબર ક્રાઇમ તેમજ દાહોદ એ ડિવિઝનના પીઆઈ દિગ્વિજયસિંહ પઢિયારને મિલાપ શાહ મર્ડર કેસ તેમજ સાયબર ક્રાઇમ માં દાખલ થયેલા ગુનાઓ પૈકી ઝાલોદ,દાહોદ ટાઉન એ ડિવિઝન, દાહોદ ટાઉન બી ડિવિઝન, લીમડી તેમજ ગરબાડા પોલીસ મથકમાં માં નોંધાયેલ સાયબર ક્રાઇમના ગુનાઓ પૈકી ત્રણ ગુનાઓમાં ટેકનિકલ સોર્સના મદદથી કુલ 18 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવા બદલ, દાહોદ એસઓજી શાખાના પી.આઈ સંજય ગામેતીને છેલ્લા બે માસમાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્ટ મારફતે સંજેલી ઝાલોર દેવગઢબારિયા ધાનપુર તથા

 

રણધિકપુર વિસ્તારમાંથી એમ.બી.એસ ગાંજાના છ કેસો સુધી સવા લાખ ઉપરાંતના મુદ્દામાલ જપ્ત કરવા મામલે,તેમજ દાહોદ જિલ્લા ટ્રાફિક શાખામાં સતત પેટ્રોલિંગ કરી પ્રજાજનો સાથે ટ્રાફિક અંગે સતત જાગૃતિ અંગેના કાર્યક્રમો કરી ટ્રાફિક વ્યવસ્થા સુધારવા બદલ કતવારા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.પી.પરમારને દાહોદ જિલ્લામાં સૌથી વધુ પ્રોહીબિશનના 13 કેસો શોધી કાઢવા બદલ, એલસીબી શાખામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા જે.બી.ધનેશાને બે માસના ટૂંકા ગાળામાં રોહિતના કુલ 25 કેસો શોધી કાઢી પોણા કરોડનો મુદ્દામાલ કબજે કરવા બાબતે, પેરોલ ફર્લોમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા આર જે ગામીતને મિલાપ શાહ મર્ડર કેસમાં મુંબઈ ખાતે છુપાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં મહત્વપૂર્ણ ફાળો આપવા બદલ,

એલસીબી શાખામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દીપકભાઈ મિનેષભાઈને આંતરરાજ્ય ઘડપણ ચોરી તેમજ મોટરસાયકલ ચોરીના કુલ 13 ગુનાઓને શોધી આરોપીઓને ઝડપી તેમની પાસેથી 10 જેટલી મોટરસાયકલ રિકવર કરવા બદલ, દાહોદ રૂલર પોલીસ મથકમાં એ.એસઆઇ તરીકે ફરજ બજાવતા સંજયભાઈ ધીરુભાઈને તાજેતરમાં માનવ તસ્કરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વપૂર્ણ કામગીરી કરવા બદલ, તેમજ એલસીબી શાખામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ સહદેવ ભાઈ ને ઘર પર ચોરી તેમજ શાળાઓની ચોરી, તથા પ્રોહીબિશનના નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તથા જિલ્લામાં દાખલ થયેલ ઈએફઆઈઆરમાં ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપવામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તી પત્ર એનાજ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Share This Article