Thursday, 26/12/2024
Dark Mode

આદિજાતિ ભવનમાં જાળવણીના અભાવે સમસ્યાઓની ભરમાર દાહોદના આદિજાતિ ભવનમાં વર્ગ એક થી ચારની તૈયારી કરતા 150 થી વધુ પરીક્ષાર્થીઓ હાલાકી ભોગવવા મજબુર..

October 26, 2023
        797
આદિજાતિ ભવનમાં જાળવણીના અભાવે સમસ્યાઓની ભરમાર  દાહોદના આદિજાતિ ભવનમાં વર્ગ એક થી ચારની તૈયારી કરતા 150 થી વધુ પરીક્ષાર્થીઓ હાલાકી ભોગવવા મજબુર..

રાજેશ વસાવે :- દાહોદ 

આદિજાતિ ભવનમાં જાળવણીના અભાવે સમસ્યાઓની ભરમાર

દાહોદના આદિજાતિ ભવનમાં વર્ગ એક થી ચારની તૈયારી કરતા 150 થી વધુ પરીક્ષાર્થીઓ હાલાકી ભોગવવા મજબુર..

ગંદકીની ભરમાર,શૌચાલયોને તાળાબંધી,લાઈટ પંખા ભંગાર હાલતમાં,પાણી વગર વોટર કુલર શોભાના ગાંઠિયા સમાન..

દાહોદ તા.27

આદિજાતિ ભવનમાં જાળવણીના અભાવે સમસ્યાઓની ભરમાર દાહોદના આદિજાતિ ભવનમાં વર્ગ એક થી ચારની તૈયારી કરતા 150 થી વધુ પરીક્ષાર્થીઓ હાલાકી ભોગવવા મજબુર..

દાહોદના આદિજાતિ ભવનમાં પરીક્ષાની તૈયારીઓ કરવા આવતા વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓના અભાવે ભારે હાલાકીનો સામનો કરવામાં વારો આવ્યો છે.ભવનમાં વર્ગ એક થી વર્ગ-૪ ની પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ સ્વચ્છતાના અભાવ, લાઈટ પંખા તેમજ પાણીની સુવિધાના અભાવે ત્રાસી ઉઠ્યા છે ત્યારે લાગતા વળગતા અને સંબંધીતોને રજૂઆત કર્યા બાદ પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આખરે આ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ માટે અન્ય વિકલ્પ તરફ મંડાણ કરી રહ્યા છે. એટલું જ નહીં સંબંધિત કચેરી દ્વારા આદિજાતિ ભવનના શૌચાલયોને પણ તાળા મારી દેતા વિદ્યાર્થીઓ જાહેરમાં લઘુસંકા કરવા મજબૂર બન્યા છે તો બીજી તરફ વિદ્યાર્થીનીઓની પ્રાઇવેસી જોખમમાં છે.તેઓ પણ આખા આદિજાતિ કોમ્યુનિટી હોલમાં એક જ શૌચાલય ચાલુ હોવાથી સંકોચ અનુભવી રહ્યા છે.

આદિજાતિ ભવનમાં જાળવણીના અભાવે સમસ્યાઓની ભરમાર દાહોદના આદિજાતિ ભવનમાં વર્ગ એક થી ચારની તૈયારી કરતા 150 થી વધુ પરીક્ષાર્થીઓ હાલાકી ભોગવવા મજબુર..

 ટ્રાઇબલ વિસ્તાર ગણાતા દાહોદ જિલ્લામાં આમ તો કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સુવિધાઓ પૂરી પાડવા માટે યોજનાઓ બહાર પાડવામાં આવી છે. ઘણી ખરી સુવિધાઓ પણ આ વિસ્તારમાં ઊભી કરવાથી ઘણી ખરી સમસ્યાઓનો અંત પણ આવ્યો છે પરંતુ યોગ્ય જાળવણીના અભાવે ઉપરોક્ત સુવિધાઓ તેમજ સંસાધનોની હાલત બદથી બદતર થવા પામી છે. સરકાર દ્વારા કોમ્યુનિટી કમ કલ્ચરલ સેન્ટર આદિજાતિ ભવન બનાવવામાં આવ્યું છે જેમાં હાલમાં એક તો 158 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ વર્ગ એક થી વર્ગ ચાર ની પરીક્ષાઓની તૈયારી કરવા છેક અંતરિયાળ વિસ્તારોમાંથી અભ્યાસ માટે લાઇબ્રેરી તેમજ આદિજાતિ ભવનનો ઉપયોગ કરી રહ્યા છે.પરંતુ આદિજાતિ ભવનમાં જાળવણીના અભાવે પ્રાથમિક સુવિધાઓ ન મળતા વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ ભારે હલાકીનો સામનો કરી રહ્યા છે.

પાણીની મોટર બગડતા વિદ્યાર્થીઓએ ફાળો ઉઘરારાવી મોટા રીપેર કરાવી,લાઈટ અને પંખાઓ બગડેલી હાલતમાં જોવા મળ્યા…

આદિજાતિ ભવનમાં જાળવણીના અભાવે સમસ્યાઓની ભરમાર દાહોદના આદિજાતિ ભવનમાં વર્ગ એક થી ચારની તૈયારી કરતા 150 થી વધુ પરીક્ષાર્થીઓ હાલાકી ભોગવવા મજબુર..

આદિજાતિ ભવનમાં છેલ્લા બે માસમાં બે વાર પાણીની મોટર બગડતા તેમજ લાઈટ પંખા બગડતા વિદ્યાર્થીઓએ સંબંધિતોને રજૂઆત કરી હતી પરંતુ કોઈ નિકાલ ન આપતા એકવાર તો વિદ્યાર્થીઓએ 2700 રૂપિયાનો ફાળો ઉઘરાવી મોટર રીપેર કરી હતી.પરંતુ ટૂંકા ગાળામાં ફરી મોટર બગડતા વિદ્યાર્થીઓ પાણી વગર અસુવિધા ભોગવી રહ્યા છે. અહીંયા પરીક્ષાની તૈયારી કરવા આવતા વિદ્યાર્થીઓ બાજુમાં સીટી ગ્રાઉન્ડમાં આવેલા નળમાંથી પાણી પીવા મજબૂર બન્યા છે. બીજી તરફ પાણી પીવાનું વોટર કુલર પણ છેલ્લા ઘણા સમયથી બંધ થતા શોભાના ગાંઠિયા સમાન જેવું દેખાઈ રહ્યું છે. તો આદિજાતી ભવનમાં ઘણીખરી ટ્યુબલાઈટ અને પંખાઓ પણ બગડી જતા અત્યાર સુધી રીપેર કરવામાં આવ્યા નથી.

 આદિજાતિ ભવનમાં મહિલા શૌચાલયને છોડી તમામ શૌચાલયને તાળાબંધી,વિદ્યાર્થીઓ જાહેરમાં શૌચક્રિયા કરવા મજબૂર

આદિજાતિ ભવનમાં જાળવણીના અભાવે સમસ્યાઓની ભરમાર દાહોદના આદિજાતિ ભવનમાં વર્ગ એક થી ચારની તૈયારી કરતા 150 થી વધુ પરીક્ષાર્થીઓ હાલાકી ભોગવવા મજબુર..

 આદિજાતિ ભવનમાં નીચેના તમામ શૌચાલયોને તાળામારી દેવામાં આવ્યા છે. છેલ્લા માળે એક જ શૌચાલય જે મહિલાઓના ઉપયોગ માટે છે તેને ચાલુ રાખવામાં આવ્યું છે. પરંતુ તેમાં પણ પાણી અને સાફ-સફાઈના અભાવે ગંદગી થી ખદબદી રહ્યો છે.જેના પગલે 157 વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ વચ્ચે એક જ શૌચાલયનો ઉપયોગ કેવી રીતે કરી શકે.? એક તરફ પ્રાઇવેસી નું પણ ભંગ થાય.બીજી તરફ વિદ્યાર્થીનીઓ પણ શૌચાલયનો ઉપયોગ કરતા સંકોચ અનુભવે છે. જેના પગલે વિદ્યાર્થીનીઓ સૌચક્રિયા કરવા તાલુકા પંચાયતની શૌચાલયનો ઉપયોગ કરી રહ્યા છે.તેમજ વિદ્યાર્થીઓ આજુબાજુમાં વિસ્તારમાં ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર બન્યા છે.

સાફ-સફાઈના પગલે ગંદકીની ભરમાર, બેસવા માટે પૂરતી બેઠક વ્યવસ્થા પણ નથી.

આદિજાતિ ભવનમાં જાળવણીના અભાવે સમસ્યાઓની ભરમાર દાહોદના આદિજાતિ ભવનમાં વર્ગ એક થી ચારની તૈયારી કરતા 150 થી વધુ પરીક્ષાર્થીઓ હાલાકી ભોગવવા મજબુર..

 હાલ આદિજાતી ભવનમાં 150 થી વધારે વિદ્યાર્થીઓ, તેમજ વિદ્યાર્થીનીઓ પરીક્ષાની તૈયારી કરવા આવે છે.પરંતુ પૂરતા પ્રમાણમાં બેઠક વ્યવસ્થા ન હોવાથી ઘણા ખરા વિદ્યાર્થીઓ નીચે બેસીને પરીક્ષાની તૈયારીઓ કરતા નજરે પડે છે. તો સાથે સાથે અહીંયા કોઈપણ પ્રકારનો સ્વીપર ન હોવાથી યોગ્ય રીતે સાફ-સફાઈ ન થતી હોઈ ગંદકીની ભરમાર જોવા મળે છે. જેના લીધે સાનુકૂળ વાતાવરણમાં પરીક્ષાની તૈયારી કરવા આવતા વિદ્યાર્થીઓ ભારે અગવડતા ભોગવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!