રાજેશ વસાવે :- દાહોદ
રાષ્ટ્રીયકૃત બેન્કના એજેન્ટ તેમજ ઠગ ત્રિપુટીની મીલીભગતથી ચાલતા છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ…
દાહોદના વ્યક્તિને લોન અપાવવાની લાલચ આપી 4.67 લાખ ખંખેરનાર વડોદરાના ભેજાબાજને સાઇબર સેલની ટીમે ઝબ્બે કર્યો…
પોલીસે ઠગ ત્રિપુટી તેમજ ICICI તેમજ કોડક મહિન્દ્રા બેંકમાં કામ કરતા લોન એજન્ટ સહીત ચાર સામે ગુનો દાખલ….
દાહોદ તા.13
બેંક એજેન્ટ તરીકે કામ કરી ચુકેલા તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો અનુભવ ધરાવતા વડોદરાના ઈસમે ઝાલોદના એક ઈસમ પાસેથી ચાર લાખ કરતાની વધુ રકમની ઠગાઇ કરી સાઇબર ક્રાઇમ આચરતા ઈસમને ગણતરીના કલાકોમાં દાહોદ સાઇબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડતા દાહોદ સહીત આજુબાજુના વિસ્તારની યેન કેન પ્રકારે ડેટા મેળવી ફોન કોલ કરી ક્રાઇમ કરનારા ઈસમોમાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પોલીસે આ ગુનામાં ઠગાઈ કરનાર મુખ્ય આરોપી તેમજ પીડીત સાથે બેંક કર્મચારી તેમજ મેનેજરનો સ્વાગ રચી પૈસા પડાવનાર બે ઈસમો તેમજ ઉપરોક્ત ભેજાબાજો સુધી ડેટા પહોંચાડનાર બેંકના એજન્ટ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાનો અર્પિતકુમાર પ્રવીણચંદ્ર પટેલ નામક ભેજાબાજ પહેલા બેંકમાં એજેન્ટ તરીકે કામ કરતો હોઈ બેંકની ડોક્યુમેન્ટ વેરીફિકેશન પદ્દતિનો જાણકાર હોવાથી તેણે તેના અન્ય બે સાથી ભેજાબાજોની મદદથી કોટક મહિન્દ્રા, તેમજ ICICI બેંકમાં એજેન્ટ તરીકે કામ કરતા કર્મચારી પાસે લોન લેવા ઈચ્છુક અથવા લોન લેવા માટે ઈન્કવાયરી કરનાર 100 થી વધુ ઈસમોના ડેટા મેળવી બેંક મેનેજરનો સ્વાગ રચી ફોન દ્વારા જે તે ઈસમોનો સંપર્ક કરી માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં એક વ્યક્તિ પાસેથી તેના બે સાથી મિત્રોની મદદથી જુદા-જુદા ટ્રાન્જેકશન મારફતે 4.67 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા પીડિતે દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ એસ. પી. ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં સાઇબર ક્રાઇમ પી. આઈ. દિગ્વિજય પઢીયાર તેમજ તેમની ટીમે ગણતરીના કલાકોમાં વડોદરા મુકામે રહેતા મુખ્ય આરોપીને ઝડપી જેલભેગો કર્યો છે.
ભેજાબાજોએ લોનની જરૂરિયાત તેમજ લોન મેળવવા ઇન્કવાયરીં કરનાર જરૂરિયાતમંદને છેતર્યા..
વડોદરાના ભેજાબાજ અર્પિત પટેલે icici, તેમજ કોટક મહિન્દ્રામાં કામ કરતા લોન એજેન્ટ પાસેથી ગુજરાતના 100 થી વધુ વ્યક્તિઓના ડેટા મેળવી બેંક મેનેજરનો સ્વાગ રચી લોન અપાવવાની લાલચ આપી જુદી-જુદી પ્રોસેસિંગ ફી ના બહાને ચાર લાખથી વધુ રકમ પડાવી લીધી હતી
બેંકના કામકાજ જાણકાર અર્પિત સહિતના ત્રણ ભેજાબાજોએ 8 મહિનાના ટૂંકાગાળામાં 40 વધુ ટ્રાન્જેશકન કરાવી પૈસા ખંખેર્યા.
ભેજાબાજ અર્પિત પટેલ પહેલા બેંકમાં એજેન્ટ તરીકે કામ કરતો હોવાથી બેંકના કામકાજથી જાણકાર હોવાથી જાન્યુઆરી માસથી ઓક્ટોબર માસ સુધીમાં ફરિયાદી પાસે ઈ વોલેટમાં જુદી-જુદી પ્રોસેસિંગ ફીના નામે 40 થી વધુ ટ્રાન્જેક્સન કરાવી રૂપિયા 4.67 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. જેમાં ભેજાબાજોએ એટલી સિફતપૂર્વક ફરિયાદી પાસેથી પૈસા પડાવ્યા કે પોતે ફરિયાદી છેતરાયો છે. તે અંગે છેલ્લે સુધી ખબર જ નહોતી..