ગામની બે મહિલાઓ જોડે પ્રેમ સંબંધ ધરાવનાર મગનની અજાણ્યા ઈસમોએ અદાવતે હત્યા કરી હોવાનો ખુલાસો..
લીમખેડા તાલુકાના વડલા સીમાડે કૂવામાંથી સાડીના બંને છેડે પથ્થરો જોડે બાંધેલી લાશ મળી આવતા ચકચાર..
મરણજનાર મગન છ દિવસ પહેલા ગામના એક વ્યક્તિ જોડે બાઈક પર જતો જોવા મળ્યો હતો..
કુવામાંથી મળેલી લાશનું માથું કોહવાયું:છાતી પર કોતરેલા મનીષા નામ તેમજ બહેને બાંધેલી રાખડીથી ઓળખ થઈ..
લીમખેડા તા.13
લીમખેડા તાલુકાના વડેલા ગામના સીમાડે આવેલા ઘીરસીંગભાઇ સુરસીંગભાઇ પટેલના ખેતરના કુવામાંથી ગતરોજ એક 28 વર્ષીય યુવકની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. જે બાદ પોલીસે લાશને બહાર કાઢી તપાસ હાથ ધરતા વડેલા ગામના છ દિવસ પહેલા ગુમ થયેલા 28 વર્ષીય મગનભાઈ પટેલની લાશ સાડીના બંને છેડે પથ્થરો જોડે બાંધેલી હાલતમાં બહાર આવતા પોલીસે હત્યાની આશંકાએ મરણ જનાર મગનભાઈ પટેલની લાશનો કબજો મેળવી પીએમ અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડી હત્યારાઓને શોધી કાઢવા આગળની તપાસ હાથ ધરી છે.
લીમખેડા તાલુકાના વડેલા ગામના સીમાડે ખેતરમાં આવેલા કુંવામાંથી ગતરોજ 28 વર્ષીય મગનભાઈ ચતુરભાઈ પટેલની લાશ કોહવાયેલી હાલતમા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.જોકે આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસે ફાયર બિગ્રેડના માણસોને બોલાવી લાશને બહાર કાઢતા કુવામાંથી મળી આવેલી લાશ સાડી વડે પથ્થરો સાથે બાંધેલી હાલતમાં જોવા મળતા મરણ જનાર મગનભાઈ પટેલની કોઈક અજાણ્યા ઈસમોએ કોઈક અદાવતે જાનથી મારી નાખી પુરાવાના નાશ કરવા મગનભાઈને સાડીના બન્ને છેડે પથ્થરો બાંધી કુવામાં નાખી દીધા હોવાની આશંકાએ પોલીસે હત્યા સંબંધે ગુનો દાખલ કરી મરણ જનાર મગનભાઈ પટેલના હત્યારાઓને શોધી કાઢવા તપાસમાં જોતરાઈ છે. અત્રે ઉલેખની છે કે મરણ જનાર મગનભાઈ પટેલના ચાર વર્ષ અગાઉ ગામની એક મહિલા તેમજ બે વર્ષ અગાઉ ગામની અન્ય એક પરણિત મહિલા જોડે પ્રેમ સબંધમાં હતો.અને બહારગામ મજૂરી કામ કરી રહ્યો હતો. અને રાખડીના તહેવાર દરમિયાન ઘરે આવ્યો હતો. અને છેલ્લે 06.09.2023 ના રોજ તેમના જ ગામના ગોવિંદ કાળું પટેલની બાઈક પર પાછળ બેસીને જતો જોવા મળ્યો હતો અને ત્યારબાદ થી મરણ જનાર મગનભાઈ ગુમ થઈ જતા તેનો ફોન પણ બંધ થઈ જવા પામ્યો હતો. ત્યારે હાલ આ સંબંધે મરણ જનાર મગનભાઈ પટેલના ભાઈ ભઈલા ભાઈ ઉર્ફે રવજીભાઈ પટેલ દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે હત્યાની આશંકાએ ગુનો નોઘી હત્યારાને શોધી કાઢવા આગળની તપાસ હાથ ધરી છે.