રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ પોલીસે બે જુદા-જુદા સાયબર ક્રાઈમનો ભેદ ઉકેલાયો:બે આરોપીઓને જેલહવાલે કર્યા..
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના ગરબાડા અને ઝાલોદ તાલુકામાં રહેતાં બે વ્યક્તિઓને મોબાઈલ ફોન પર અને સોશીયલ મીડીયામાં બેફામ ગાળો અને અશ્વિલ વિડીયો, ફોટાઓ મોકલી હેરાન પરેશાન કરતાં બે ઈસમોને સાઈબર સેલ, દાહોદ દ્વારા ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાં હોવાનું જાણવા મળે છે.
થોડા દિવસો પહેલા ગરબાડા તાલુકામાં રહેતાં એક વ્યક્તિને અજાણ્યા ઈસમ દ્વારા મોબાઈલ ફોન મારફતે બેફામ ગાળો બોલી, વોટ્સએપ પર અશ્વિલ વિડીયો, ફોટાઓ મોકલી હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ ગરબાડા પોલીસ મથકે નોંધાંવવા પામી હતી જે ફરિયાદના આધારે સાઈબર સેલ, દાહોદ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરતાં અને પોલીસે જુદી જુદી ટીમો બનાવી તેમજ મોબાઈલ નંબરનું ઉંડાણપુર્વકનું એનાલીસીસ કકરી આ બનાવમાં સંડોવાયેલ પ્રવિણભાઈ માજુભાઈ બારીયા (રહે. ભીલવા, બારીયા ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ) ને પોલીસે ઝડપી પાડ્યો હતો.
તેવીજ રીતે ઝાલોદ તાલુકામાં રહેતાં એક વ્યક્તિના નામનું ફેક ઈન્ટાગ્રામ આઈ.ડી. બનાવી તેમજ વોટ્સએપમાં વ્યક્તિના નામનું ગ્રૃપ બનાવી વ્યક્તિના ન્યુડ ફોટો અપલોડ કરી સમાજમાં છોકરીની માન મર્યાદાને શરમાવે તેવા મેસેજાે વાયરલ કરી સોશિયલ મીડીયાના માધ્યમથી વ્યક્તિને હેરાન પરેશાન કરતાં આ મામલે વ્યક્તિ દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી જે ફરિયાદના આધારે સાયબર સેલ, દાહોદ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો અને પોલીસે જુદી જુદી ટીમો બનાવી ઈન્ટાગ્રામ આઈ.ડી. તેમજ મોબાઈલ નંબરોનું ઉંડાણપુર્વકનું એનાલીસીસ કરતાં ઈમસ સુરતના સાયણ ખાતેનો હોવાનું જણાઈ આવતાં પોલીસ સુરત ખાતે પહોંચી ગઈ હતી અને જ્યાંથી પંકજભાઈ દશરથભાઈ ડામોર (રહે.નાનસલાઈ, પટેલ ફળિયા, તા. ઝાલોદ, જિ.દાહોદ) ને સુરતના સાયણ ખાતેથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.