Friday, 27/12/2024
Dark Mode

સાયબર ક્રાઇમના બનાવોમાં રોકેટ ગતિએ વધારો: જાગૃતિના અભાવે લોકો છેતરાયા   દાહોદની સાયબર સેલે 25 દિવસમાં સાયબર ક્રાઇમના 28 ગુનાઓ દાખલ કર્યા..

September 9, 2023
        1112
સાયબર ક્રાઇમના બનાવોમાં રોકેટ ગતિએ વધારો: જાગૃતિના અભાવે લોકો છેતરાયા    દાહોદની સાયબર સેલે 25 દિવસમાં સાયબર ક્રાઇમના 28 ગુનાઓ દાખલ કર્યા..

રાજેશ વસાવે :- દાહોદ 

સાયબર ક્રાઇમના બનાવોમાં રોકેટ ગતિએ વધારો: જાગૃતિના અભાવે લોકો છેતરાયા 

દાહોદની સાયબર સેલે 25 દિવસમાં સાયબર ક્રાઇમના 28 ગુનાઓ દાખલ કર્યા..

દાહોદ પોલીસે ત્રણ જુદા-જુદા સાયબર ક્રાઈમ નો ભેદ ઉકેલી ચાર આરોપીઓને જેલહવાલે કર્યા..

દાહોદ.તા.૦૯

તાપી અને બારડોલીના બે ભેજાબાજ ઠગોએ લીમડીના એક વેપારીને ઓનલાઈન ઈન્સ્ટાગ્રામની આઈડી દ્વારા સંપર્ક કરી ઓનલાઈન ફોરેક્સ ટ્રેડીંગમાં રોકાણ કરી રૂપિયા કમાવવાની લાલચ આપી અલગ અલગ સમયે ઓનલાઈન, આંગડીયા મારફતે તેમજ રોકડા રૂબરૂમાં એમ ટુકડે ટુકડે રૂા. ૧૨ લાખ લઈ વિશ્વાસમાં લાલવવા સારૂઓનલાઈન રૂા. ૨,૬૬૦૦૦ પરત કરી ત્યારબાદ ૯ લાખ ઉપરાંતની રકમ પરત ન કરી વિશ્વાસઘાત, છેતરપીંડી કર્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર તાપીના તરૂણભાઈ અજીતભાઈ ચૌધરીએ તા. ૪-૩-૨૦૨૩ થી તા. ૧૨-૮- ૨૦૨૨ દરમ્યાનના સમયગાળામાં ઝાલોદ તાલુકાના લીમડી નગરનાં નવા બજારમાં રહેતા ૨૮ વર્ષીય આયુષભાઈ અનિલભાઈ દરજીને ઓનલાઈન ઈન્સ્ટાગ્રામની આઈ ડી ંષ્ઠંટ્ઠિઙ્ઘીિ દ્વારા બારડોલીના રાહુલભાઈ નામદેવભાઈ અખાડનો સંપર્ક કરાવી બંને જણાએ ભેગા મળી લીમડીના આયુષભાઈ દરજીને ઓનલાઈન ફોરેક્સ ટ્રેડીંગમાં રોકાણ કરી રૂપિયા કમાવવાની લાલચ આપી અલગ અલગ સમયે આયુષભાઈ દરજી પાસેથી ઓનલઈન તથા આંગડીયા મારફતે તેમજ રોકડા રૂબરૂમાં એમ ટુકડે ટુકડે કુલ રૂપિયા ૧૨ લાખ લીધા હતા અને વિશ્વાસમાં લાવવા સારૂ ઓનલાઈન રૂપિયા ૬૬૦૦૦ પરત કરી ત્યારબાદ રોકડા ૨ લાખ પરત કર્યા હતા ત્યારબાદ એક પણ રૂપિયો પરત ન કરતાં આયુષભાઈ દરજીએ તાપીના તરૂણભાઈ અજીતભાઈ ચૌધરી પાસેથી લેવાના નીકળતા રૂપિયા ૫,૦૩,૫૦૦ અને બારોલીના રાહુલભાઈ નામદેવભાઈ અખાડે પાસેથી લેવાના નીકળતાં રૂપિયા ૫,૦૩,૫૦૦ અને બારડોલીના રાહુલભાઈ નામદેવભાઈ અખાડે પાસેથી લેવાના નીકળતાં રૂપિયા ૪,૦૫,૫૦૦ મળી કુલ રૂપિયા ૯,૦૯,૦૦૦ તે બંને જણાએ આયુષભાઈ દરજીને આજદિન સુધી પરત ન આપી ખોટા વાયદાઓ કરી વિશ્વાસઘાત, છેતરપીંડી કરી હતી.

આ સંબંધે લીમડી નવા બજારમાં રહેતા આયુષભાઈ અનિલભાઈ દરજીએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલિસે તાપીના તરૂણભાઈ અજીતભાઈ ચૌધરી તતા બારડોલીના રાહુલભાઈ નામદેભાઈ અખાડે વિરૂધ્ધ ઈપિકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ તથા આઈ.ટી. એક્ટ કલમ ૬૬(ડી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સંબંધે ઠગાઈનો ભોગ બનેલ આયુષભાઈ અનિલભાઈ દરજીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં લીમડી પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આ ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો હતો. લીમડી પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આયુષભાઈ સાથે રૂા. ૧૨ લાખની ઠગાઈ કરનાર તરૂણભાઈ અજીતભાઈ ચૌધરી (રહે. પંચોલ, ડુંગરી ફળિયું, તા.ડોલવણ, જી.તાપ) અને રાહુલભાઈ નામદેવભાઈ અખાડે (રહે. બારડોલી, બાબેન, સંજયનગર, તા. બારડોલી, જી. સુરત, મુળ રહે. મહારાષ્ટ્ર) ને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાં હતાં.

 

—————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!