Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં અત્યાર સુધી કુલ 1016 સેમ્પલો પૈકી 887 ના રીપોર્ટ નેગેટિવ:118 ના રિપોર્ટ બાકી:કોરોના પોઝીટીવના 11 પૈકી 4 દર્દી કોરોનામુક્ત થયા:કુલ 7 કોરોના પોઝીટીવ દર્દીઓ હોસ્પીટલમાં સારવાર હેઠળ

દાહોદમાં અત્યાર સુધી કુલ 1016 સેમ્પલો પૈકી 887 ના રીપોર્ટ નેગેટિવ:118 ના રિપોર્ટ બાકી:કોરોના પોઝીટીવના 11 પૈકી 4 દર્દી કોરોનામુક્ત થયા:કુલ 7 કોરોના પોઝીટીવ દર્દીઓ હોસ્પીટલમાં સારવાર હેઠળ

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૦૫
દાહોદમાં અત્યાર સુધી હોમ ક્વોરેન્ટાઈન તેમજ સરકારી ક્વોરેન્ટાઈનમાં કુલ ૧૦૧૬ લોકોને ક્વોરેન્ટાઈન સુવિધામાં રાખવામાં આવ્યા છે. આ પૈકી ૮૮૭ લોકોના કોરોના રિપોર્ટાે નેગેટીવ આવ્યા છે.જ્યારે હાલ ૧૧૮ લોકોના કોરોના રિપોર્ટ પેન્ડીંગ હોવાનું સત્તાવાર અહેવાલ પ્રમાણે જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં અત્યાર સુધી ૧૧ કેસો કોરોના પોઝીટીન સામે આવ્યા છે. જેમાંથી હાલ ૮ કેસો એક્ટીવ છે. ૩ લોકોએ કોરોના સામે જીત મેળવતા તેઓને તંત્ર દ્વારા રજા પણ આપી દેવામાં આવી છે. કુરેશી પરિવારના એક સાથે ૭ સદસ્યોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા હાલ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર સમેત વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. કોરોનાગ્રસ્ત વિસ્તારને સેનેટરાઝીંગ સહિત બફર ઝોન તેમજ કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર પણ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ હાલ અત્યાર સુધી ૮૮૭ લોકોના કોરોના રિપોર્ટાે નેગેટીવ આવ્યા છે જ્યારે ૧૧૮ લોકોના કોરોના રિપોર્ટ આવવાના બાકી છે ત્યારે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર સમેત વહીવટી તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

error: Content is protected !!