Thursday, 26/12/2024
Dark Mode

સંજેલી નગરમાં થયેલા કાચા પાકા દબાણો અને ગૌચરના દબાણો દૂર કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત. પંચાયતે કિન્નાખોરી વાપરી 15 જેટલા કેબીનોને દબાણ દૂર કરવા નોટિસ ફટકારતા નારાજગી.

August 23, 2023
        515
સંજેલી નગરમાં થયેલા કાચા પાકા દબાણો અને ગૌચરના દબાણો દૂર કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત.  પંચાયતે કિન્નાખોરી વાપરી 15 જેટલા કેબીનોને દબાણ દૂર કરવા નોટિસ ફટકારતા નારાજગી.

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંજેલી નગરમાં થયેલા કાચા પાકા દબાણો અને ગૌચરના દબાણો દૂર કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત.

પંચાયતે કિન્નાખોરી વાપરી 15 જેટલા કેબીનોને દબાણ દૂર કરવા નોટિસ ફટકારતા નારાજગી.

સરપંચ અને સભ્યો સહિતના દબાણો દૂર કરવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો.

સંજેલીના દબાણો દૂર કરવા માટે મુખ્યમંત્રી, વિકાસ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી,અને તાલુકા અધિકારી ને લેખિત રજૂઆત.

સંજેલી તા 23

સંજેલી નગરમાં ગ્રામ પંચાયત તેમજ સીટી સર્વે અને ગૌચરની જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે માંડલી ચોકડીનાજાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં દબાણ કરતાઓમાં ખળભરાટ મચી જવા પામ્યો.

સંજેલી નગરમાં ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી ગ્રામ પંચાયત તેમજ સીટી સર્વે તેમજ ગૌચરની જમીનો પર ની જમીનો ઉપર ગેરકાયદેસર 800 થી હજાર જેટલા જુના બસ સ્ટેશન પ્રાથમિક શાળા આરોગ્ય કેન્દ્ર બસ સ્ટેશન વિસ્તાર શાકભાજી માર્કેટ સહિતના વિસ્તારમાં કાચા પાકા દબાણો કરવામાં આવેલ છે,જેમાં સરપંચ દ્વારા ટીસાના મુવાડા ખાતે બસ સ્ટેશનમાં જ દુકાન કરી દેવામાં આવી છે , પંચાયતના સભ્યો તેમ જ માથાભારે લોકો દ્વારા કેબીનો અને દબાણો કરી પરપ્રાંતિય લોકોને ભાડે આપી અને ભાડું ઉઘરાવતા હોય છે, અને પંચાયત દ્વારા કિન્નાખોરી દાખવી અને માંડલી ચોકડી પરના 10 થી 15 જેટલા ગલ્લાના દબાણકરોને સાત દિવસમાં દબાણો દૂર કરવાની નોટિસ ફટકારતા હા હા કાર મચી જવા પામ્યો હતો અને જે વાત જાગૃત નાગરિકો દ્વારા સંજેલી નગરમાં થયેલા તમામ દબાણો દૂર કરવા માટે મુખ્યમંત્રી, વિકાસ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, અને તાલુકા અધિકારી ને લેખિત રજૂઆત કરવામાં આવી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!