ભાવનગરના વરતેજમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને જેસાવાડા પોલીસે દબોચી જેલભેગો કરિયો
જેસાવાડા તા.૧૯
જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી તેમજ જેસાવાડા સર્વેન્સ સ્કવોડના જવાનો જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ભાવનગર જિલ્લાના વરતેજ પોલીટેશન ફર્સ્ટ ગુના રજીસ્ટ્રર નંબર 16/2021 ઇ.પી.કો કલમ 454/457/380 મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી રાકુલભાઈ બરસીંગભાઇ ભુરીયા જે જેસાવાડા બજારમાં આવનાર બાતમી ના આધારે પોલીસે બજારમાં વોચ ગોઠવી અને આરોપીને ધાનપુર રોડ પરથી પકડી પાડી પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.