રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને અનુલક્ષીને ધારાસભ્યની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ…
તાલુકા પંચાયત કચેરીના હોલમાં ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને બેઠક યોજાઈ હતી..
ગરબાડા તારીખ 7
ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ હોલમાં ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ની અધ્યક્ષતામાં આગામી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમને અનુલક્ષીને આ બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં ગરબાડા તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ જિલ્લા સભ્ય કિરીટભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા સભ્યો જિલ્લા સભ્યો તેમજ ગ્રામ પંચાયતના સરપંચો સહિત તલાટીઓ અને સલગ્ન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આવનાર 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણીના ભાગરૂપે આ બેઠક યોજાઈ હતી.