નવ નિયુક્ત જિલ્લા પોલીસવડાએ ઝાલોદ ડિવિઝનની મુલાકાત લઇ થાણા અધિકારીઓ પાસે ચિંતાર મેળવ્યો..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે દાહોદ 

નવનિયુક્ત જિલ્લા પોલીસવડાએ ઝાલોદ ડિવિઝનની લીધી મુલાકાત…

જિલ્લા પોલીસવડાની અનોખી પહેલ..થાણા અધિકારી પોલીસવડાને મળે એના કરતાં પોલીસવડા પોલીસ મથકમાં થાણા અધિકારીને મળ્યા..

ડિવિઝનના પોલીસ મથકોમાં સાફ-સફાઈ,પોલીસ મથકના પ્રશ્નો,તેમજ ડિવિઝનના પોલીસ સ્ટેશનની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ લો-એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ સમજવા ઔપચારિક મુલાકાત..

દાહોદ તા.03

 દાહોદ જિલ્લામાં ગઈકાલે પોલીસ અધિક્ષક તરીકે વિધિવત રીતે પદભાર સંભાળનાર ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ બીજા દિવસે જાલોર ડિવિઝનના પોલીસ મથકોની ઔપચારિક રીતે મુલાકાત લીધી હતી. જેમાં જિલ્લા પોલીસવડાએ જાલોર ડિવિઝનમાં આવેલા લીંમડી, ઝાલોદ,સંજેલી, તેમજ ચાકલીયા પોલીસ મથકોની મુલાકાત લઈ પદસ્ત થાણા અધિકારીઓ સાથે

તેમના પોલીસ મથક વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ, લોઇન ઓર્ડર ની સ્થિતિ, થાણા અધિકારી તેમજ પોલીસ મથકને લાગતા પ્રશ્નો, સમસ્યાઓ જરૂરિયાતો તેમજ સાફ-સફાઈ અંગે ઉપરોક્ત થાણા અધિકારીઓ પાસે ચિંતાર મેળવ્યો હતો. આમ તો જ્યારે પણ કોઈ નવા પોલીસ અધિક્ષક પદભાર ગ્રહણ કરે છે

ત્યારે પોલીસ મથકોના થાણાઅધિકારીઓ જિલ્લા પોલીસવાળાની શુભેચ્છા મુલાકાત લેતા હોય છે પરંતુ નવ નિયુક્ત પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાએ આ પ્રથાને તોડી નાખી હતી અને થાણા અધિકારી પોલીસ અધિક્ષકને મળે તેના કરતાં પોલીસ અધિક્ષક જે તે પોલીસ મથકોમાં પદસ્થ થાણાઅધિકારીઓને મળે તો એક તરફ થાણા અધિકારીઓની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તેમજ જે તે વિસ્તારમાં આવેલા પોલીસ મથકોની તમામ બાબતોથી માહિતગાર થઈ શકાય તેમ છે. જોકે આમ આ તમામ બાબતોની વચ્ચે પોલીસ અધિક્ષક આવનાર દિવસોમાં દાહોદ લીમખેડા સહિતના ડિવિઝનોમાં ઔપચારિક મુલાકાત લઇ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ અન્ય જરૂરી બાબતો અંગે ચીતાર મેળવશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

Share This Article