સિંગવડ તાલુકા તથા લીમખેડા તાલુકાના સરકારી કર્મચારીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ @ સીંગવડ 

સીંગવડ તા.23

સિંગવડ તાલુકા તથા લીમખેડા તાલુકાના સરકારી કર્મચારીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.સિંગવડ તથા લીમખેડા તાલુકાના તાલુકા પંચાયત તથા મામલતદાર ઓફિસના સ્ટાફને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા અને જિલ્લા આયુર્વેદિક શ્રી દાહોદની માર્ગદર્શન હેઠળ ગતરોજ સરકારી આયુર્વેદિક દવાખાનું લુખાવાડા થતા સરકારી દવાખાનું કાળિયા રાય દ્વારા સરકારી સ્ટાફને કોરોનાવાયરસ ઋતુજન્ય રોગો સામે રક્ષણ માટેના ઉકાળો અને માર્ગદર્શન તેમ જ રક્ષણ માટે હોમિયોપેથી દવા આર્સેનિક આલ્બમ 30 અને આયુર્વેદ અમૃત પે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું થતાં આ ઉકાળાથી આ કોરોનાવાયરસ મહામારી બીમારી સામે રક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા આ ઉકાળો બધી જગ્યાએ બધી જ સરકારી સંસ્થાઓ સરકારી ઓફિસોમાં અધિકારીઓને રક્ષણ મળી રહે તે માટે સરકારી દવાખાના mokl બધી જ બધાને આપવા પીવડાવવામાં આવ્યો હતો. તથા ઉકાળો આયુર્વેદિક હોવાથી ઘણો ઉપયોગી બનતું હોય છે તે માટે સરકારી દવાખાના આયુર્વેદિક ડોક્ટર સંગીતા તથા ડોક્ટર ઉમેશ શાહ તથા કમ્પાઉન્ડ બીવી પટેલ લુખાવાડા એસ બી પટેલ કાળિયા રાય વગેરેના સાથ સહકારથી આ ઉકાળાનું આયોજન કરીને મામલતદાર ઓફીસ તથા તાલુકા પંચાયતના અધિકારી ઓ ને પીવડાવ્યું હતું.

Share This Article