ઈન્દોરથી દાહોદ આવેલી 9 વર્ષીય કોરોનાગ્રસ્ત બાળકીના મામાનો રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ :દાહોદમાં અત્યાર સુધી કોરોના પોઝીટીવના કુલ 4 કેસ નોંધાયા

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.21

દાહોદમાં ચોથો કોરોના પોઝીટીવ કેસ સામે આવતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.વધુમાં ઇન્દોરથી દાહોદ આવેલી બાળકીના મામાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓને ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલ્યો હોવાનું સરકારી સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

મળતી માહિતી અનુસાર ઇન્દોરથી દાહોદ દફનવિધિમાં આવેલા કુંજડાં પરિવારની 9 વર્ષીય કોરોનાગ્રસ્ત બાળકીના સંપર્કમાં આવેલા તમામ લોકોને ગવર્મેન્ટ કોરોનટાઇનમાં મોકલી દેવામાં આવ્યા હતા. અને છેલ્લા 13 દિવસથી કોરોનટાઇનમાં રહેલા વ્યક્તિઓના સેમ્પલ ગઈકાલે ચકાસણી કરવા મોકલ્યા હતા. આરોગ્ય વિભાગે ગઈકાલે 19 સેમ્પલો ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા હતા.જે પૈકી 18 સેમ્પલો નેગેટિવ આવ્યા હતા અને બાળકીના સંપર્કમાં આવેલા તેના મામા નંદનવન સોસાયટી, માણેકબાગ, ઇન્દોર મહંમદ રહીમ કુંજડા નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જોકે બાળકી ના સંપર્કમાં આવેલા લોકો છેલ્લા 14 દિવસથી ગવર્મેન્ટ કોરોનટાઇનમાં રાખેલા છે.જયારે હાલ બાળકીના મામાને વધુ સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલ્યો હોવાનું જાણવા મળેલ છે.

આમ હાલ બાળકીના 25 વર્ષીય મામા કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવ્યું છે.ત્યારે અત્યાર સુધી દાહોદમાં કોરોના પોઝીટીવના 4 કેસ નોંધાવા પામ્યા છે.

Share This Article