
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાની અભલોડ મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચુંટણી યોજાઈ…
ગરબાડા તા.૧૪
ગરબાડા તાલુકાની અભલોડ મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચુંટણી યોજાઈ હતી.જેમાં શાળાના શિક્ષક પરમાર અશ્વિનભાઈ તથા સોલંકી ભાવેશભાઈ તેમજ તમામ સ્ટાફ દ્વારા લોકશાહીના અવસરની માહિતી આપવામાં આવી હતી
અને સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે તે લોકશાહી ઢબે EVM મોબાઇલમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી કરી અને બાળકોને વોટીંગ કરી જુદા જુદા ચિન્હો ની માહિતી આપી અને ઇલેક્શન વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને સમગ્ર પ્રક્રિયા શાંતિ પૂર્ણ માહોલ માં પૂર્ણ થઈ. સંપૂર્ણ ટેકનીકલ ની જવાબદારી મહેશ્વરી વાસુદેવભાઈએ તેનું આયોજન કર્યું હતું તેમના આચાર્ય.. રાઠોડ કમલેશભાઈ તેમજ તમામ સ્ટાફનો ખૂબ જ સારો એવો સાથ સહકાર રહ્યો હતો. જેમાં 10 ઉમેદવાર ઊભા રહ્યા હતા તેમાંથી જેમાં પ્રથમ નંબર મેળવી એટલે કે સૌથી વધારે વોટ મેળવનાર માવી વિક્રમભાઈ લાલચંદભાઈ 127 વોટે વિજય બની મહામંત્રી નું પદ સંભાળ્યું હતું. બીજા નંબર પર 121 વોટ મેળવી મંત્રી ભરવાડ જીવનકુમાર રમેશભાઈએ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આમ તમામ શાળાઓમાં એક લોકશાહીનો અવસર સરસ રીતે મનાવવામાં આવ્યો હતો અને બાળકોને પણ ખૂબ જ મજા આવી હતી.*બાળકોમાં નૈતિક જવાબદારી નેતૃત્વ સેવા કાર્ય સુષુપ્ત શક્તિઓનો વિકાસ તેમજ આ બાળ સાંસદ ચૂંટણીને કરવામાં આવી હતી માતૃભાષા સંચાલન કાર્ય લોકશાહી નો વિકાસ કરવાના હેતુસર આ ચૂંટણી કરવામાં આવી હતી