Friday, 22/11/2024
Dark Mode

કોરોનાની એન્ટ્રી….. ગરબાડા પંથક સજ્જડ લોકડાઉન:આરોગ્ય વિભાગની 4 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ:એક ઝોલાછાપ ડૉક્ટર પણ કોરોનટાઇન કરાયો

કોરોનાની એન્ટ્રી….. ગરબાડા પંથક સજ્જડ લોકડાઉન:આરોગ્ય વિભાગની 4 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ:એક ઝોલાછાપ ડૉક્ટર પણ કોરોનટાઇન કરાયો

 

જીગ્નેશ બારીયા @ દાહોદ, વિપુલ જોષી ગરબાડા 

ગરબાડા/દાહોદ તા.૧૬

ગરબાડા તાલુકાના ભીલવા ગામેથી ગતરોજ એક ૨૭ વર્ષીય યુવક કોરોના પોઝીટીવ હોવાની ખબરો સાથે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્રમાં દોડધામના દ્રશ્યો સર્જાયા છે.ત્યારે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે હાલ ભીલવા ગામે આરોગ્યની ટીમો દ્વારા લોકોની તપાસ તેમજ સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં સેનેટરાઈઝરથી ઝંટકાવ પણ કરવામાં આવ્યો છે. આ દર્દીએ એક ઝોલાછાપ ડોક્ટર જાડે પણ સંપર્ક કર્યાે હોવાની માહિતી આરોગ્યની ટીમને મળતાની સાથે આ ઝોલાછાપ ડોક્ટરને પણ કોરેન્ટાઈન હેઠળ ધકેલી દીધાનું જાણવા મળી રહ્યું છે. ગરબાડા તાલુકો આજથી સજ્જડ બંધ રહેતા સાચા અર્થમાં આજથી લોકડાઉનનું અમલ થતું જાવા મળી રહ્યું છે.

ગરબાડા જેવા નાનકડા ગામમાં કોરોના વાયરસના પગપેસારો થતાં હાલ ગ્રામજનોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.જાણવા મળ્યા પ્રમાણે ભીલવા ગામનો કોરોનાગ્રસ્ત ૨૭ વર્ષીય આ યુવક તા.૧૮મી માર્ચે રાજસ્થાની ભવાનીમંડી ખાતે ગયો હતો.અને તા.૮મી એપ્રિલના રોજ ગરબાડા ગામે પોતાના વતને આવ્યો હતો.બાદમાં આ દર્દી દાહોદ શહેરની ઓમ હોસ્પીટલમાં છેલ્લા બે – ત્રણ દિવસથી સારવાર લઈ રહ્યો હતો. આ બાબતની જાણ આરોગ્ય તંત્રને થતાં તાબડતોડ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી અને તેનો કોરોના રિપોર્ટ કઢાવતાં રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્રમાં સ્તબ્ધતાનો માહૌલ છવાઈ જવા પામ્યો હતો. આરોગ્ય તંત્રની જુદી જુદી ૪ ટીમો બનાવી ભીલવા ગામમાં તપાસ તેમજ સર્વે કામગીરી હાલ કરવામાં આવી રહી છે. આ દર્દીના ઘરને ૨૦૦ મીટરના અંતર સુધીનો વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

 કોરોનગ્રસ્ત યુવક કોરેન્ટાઈનના અભાવે કેટલા લોકોના સંપર્કમાં આવ્યો હશે? તે તપાસનો વિષય 

વધુમાં હાલ ગરબાડા નગરમાં ચર્ચાનો વિષય એ પણ બન્યો છે અને ગ્રામજનોનું એ પણ કહેવુ છે કે, આ યુવક જ્યારે ગામમાં આવ્યો ત્યારે તે ખુલ્લેઆમ ફરતો હતો. હવે વિચારવું એ રહ્યું છે આ યુવકના સંપર્કમાં કોણ કોણ આવ્યું હશે? સર્વેની ટીમ દ્વારા એ પણ જાણવા મળ્યુ હતુ કે, આ યુવકને અગાઉ કોરેન્ટાઈન કરવામાં આવ્યો જ ન હતો.અને કેટલાક દિવસો પુર્વે લોકડાઉન વચ્ચે ગરબાડા નગરના બજારમાં પોલીસ દ્વારા એક મોટરસાઈકલ ચાલકની અટકાયત પણ કરવામાં આવી હતી જેમાં ચાલકની પાછળ આ દર્દી પણ સવાર હતો.જોકે સ્થાનિક વહીવટીતંત્રની લાપરવાહીના કારણે આ યુવક કોરોનટાઇનમાં રહેવાના બદલે બિન્દાસપણે હરિફરી રહ્યો હતો.જેના પરિણામ સ્વરૂપ આ યુવક કોરોનગ્રસ્ત બન્યો હતો.જયારે હાલ આ કોરોના ગ્રસ્ત યુવક કેટલાને સંક્રમિત કરશે તે કેહવું હાલ ખુબ જ મુશ્કેલ લાગી રહ્યો છે.

 ગરબાડા મામલતદાર એક્શનમાં: પંથકના ૩૪ગામોના સરપંચોનું વોટ્‌સએપ ગ્રૃપ મારફતે સંકલનમાં લઈ સંક્રમણને વધુ અટકાવવાના પ્રયાસોમાં જોતરાયા 

ગરબાડા પંથકમાં કોરોના સંક્રમિતનો કેસ આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.મામલતદાર દ્વારા સાવચેતીના ભાગરૂપે આજે ગરબાડાના ૩૪ ગામના સરપંચોનું એક વોટ્‌સએપ ગ્રૃપ બનાવવામાં આવ્યું છે જે પૈકી બે ફળિયા દીઠ ગામના માણસોને જ વોલેન્ટીયર તરીકે ઉભા કરી બે ફળિયાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. આ વોલેનટિયારો તેમના ફાળવેલા બે ફળિયામાં આડાસ ઉભી કરી અવર જવર પર અંકુશ કરી દીધો છે. જે આ વોલેન્ટરીઓ ઝીણવટભરી નજરો રાખી રહ્યા છે જેમાં પોતપોતાના ગામમાં સરપંચોને સાવચેતીના પગલાં લેવા, લોકડાઉનનું પાલન કરવા સુચનો કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગરબાડા જેવા નાનકડા ગામમાં કોરોનાના દસ્તકથી લોકોમાં ભયનો માહૌલ જોવા મળી રહ્યો છે . આજથી સાચા અર્થમાં જાણે ગરબાડા નગરમાં લોકડાઉનનું પાલન કરાતું હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

ભીલવા ગામનો કોરોના સંક્રમિત યુવકના ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે કોરોના સંક્રમણ ને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા પંથકમાં રેપીડ ટેસ્ટ કરવા અનિવાર્ય 

આ યુવક જ્યારે કોરોના સક્રમીત હોવાનુ બહાર આવ્યું છે, આ યુવકની ટ્રાવેલ્સ હિસ્ટ્રીની તપાસ કરતાં ઘણી વિસ્ફોટ માહિતી બહાર આવી છે જેમાં આ યુવક રાજસ્થાનથી આવ્યા પછી સ્થાનિક તંત્રની લાપરવાહીના કારણે હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યો જ ન હતો. અને આ યુવક પોતાના ગામ તેમજ ગરબાડાના આસપાસમાં ગામોમાં બિન્દાસ્ત રીતે ફરી કેટલાંય લોકોના સંપર્કમાં આવ્યો છે જે કહેવુ અત્યારે મુશ્કેલ છે.તેમજ આ બાબતે આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્રએ ગંભીરતાથી વિચારી આ યુવકની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે ગરબાડા પંથકમાં રેપિડ ટેસ્ટ કરાવવા અનિવાર્ય થઈ ગયું છે જેથી આ યુવકના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરેન્ટાઈન કરી કોરોના સંક્રમણને વધુ વકરતા રોકી શકાય તેમ છે.-

કોરોના સંક્રમીત યુવક પંથકમાં ટાઈમ બોંમ્બ સમાન:દેશી દારૂના ધંધામાં પણ સંકળાયેલો હોવાની બુમો વચ્ચે દારૂડીયોઓમાં ભયનો માહૌલ

કોરોનાની એન્ટ્રી..... ગરબાડા પંથક સજ્જડ લોકડાઉન:આરોગ્ય વિભાગની 4 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ:એક ઝોલાછાપ ડૉક્ટર પણ કોરોનટાઇન કરાયો

કોરોનાના કાળા કેર વચ્ચે ગત સાંજના દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભીલવા ગામના ઈસમનો કોરોના પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે પોતાની ટ્રાવેલ્સ હિસ્ટ્રીમાં રાજસ્થાની ભવાની મંડીમાં જઈને આવ્યો હોવાનું કહેનાર આ કોરોના પોઝિટિવ ઈસમ હાલ પંથક માટે ટાઈમ બોમ્બ બની રહે એવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ઇસમની ગતિવિધિઓ, કોન્ટેક્ટ લિસ્ટ અને પ્રવૃતિઓને પણ જો ઝીણવટભરી રીતે તપાસવામાં આવે તો ચોંકાવનારી હકીકતો બહાર આવવાની સંભાવનાઓ સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. ભીલવા ગામના ઈસમનો કોરોના પોઝિટિવ આવતા જ એક એવો માહોલ ગરબાડા ગામમાં ભયનો ઉભો થવા પામ્યો છે કે અનેક લોકોએ આ ઈસમનો અથવા તેના ઘરનો સંપર્ક કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે. કેટલાક સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ઈસમ દેશી દારૂના ધંધા સાથે પણ સંકળાયેલો હોવાનું કહેવાઈ રહ્યું છે અને લોક ડાઉનલોડ દરમ્યાન ડિલિવરીમાં અથવા દારૂની મહેફિલમાં કેટલાય લોકોના સંપર્કમાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર માટે આ ઈસમનું કોન્ટેક્ટ લિસ્ટ તપાસવું માથાનો દુઃખાવો બની રહેનાર છે એવું કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય જો આ વ્યક્તિએ આ વિસ્તારમાં અનેકના સંપર્કમાં આવ્યો હશે તો આગામી દિવસો ગરબાડાને હોટસ્પોટ બનાવે એવું લાગી રહ્યું છે જોકે હાલ ક્રોસ ચેકમાં વધુ કોઈ ગંભીર બાબતો ન જણાતા તંત્રએ હાલ પૂરતો રાહતનો દમ લીધો છે પણ આગામી દિવસોમાં કોરોનાના લક્ષણો જણાય તેવા લોકોની સંખ્યાનો અંદાજ માપવો મુશ્કેલી ભર્યો લાગી રહ્યો છે.

error: Content is protected !!