*સુખસર થી ચારધામ યાત્રા એ ગયેલા ૪૦ જેટલા ભક્તો પરત ફર્યા.*
*એકતા ટ્રાવેલ્સ એજન્સી દ્વારા ટૂર નું સંચાલન કરવામાં આવ્યું હતું*
*ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ જ્યોતિર્લિંગ,અને બદ્રીનાથ ના દર્શન કર્યા.*
*હિન્દુસ્તાન નું પ્રથમ ગામ માના ગામ ની પણ મુલાકાત લીધી*
પ્રતિનિધિ સુખસર.
ફતેપુરા તાલુકાના સુખસર થી 40 જેટલા ભક્તો ઉત્તરાખંડની ચારધામ યાત્રાએ ગયા હતા જેવો હરિદ્વાર કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમનોત્રી ના દર્શન કરીને પરત સુખસર આવતા ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી હાર પહેરાવીને સ્વાગત કરાયું હતું.
ફતેપુરા તાલુકાના સુખસર થી 40 જેટલા ભક્તો ઉત્તરાખંડની ચારધામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ની એકતા ટૂર એજન્સી ના રાજુભાઈ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. ખાટો શ્યામ હરિદ્વાર કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમનોત્રી રુદ્રપ્રયાગ દેવપ્રયાગ ઉત્તરકાશી ગોકુળ મથુરા વૃંદાવન મહેંદીપુર બાલાજી જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અગાઉ હિન્દુસ્તાન નું છેલ્લું ગામ માના ગામ એવું નામ હતું. પરંતુ મોદી સરકારે હિન્દુસ્તાન નું પ્રથમ ગામ નું નામ આપ્યું હતું તેની પણ મુલાકાત લીધી હતી.ચારધામ યાત્રા ના દર્શન કરીને પરત સુખસર આવતા ગ્રામજનો દ્વારા ભાવવિભોર થઈને સ્વાગત કરવામાં આવ્યું હતું કુમકુમનો તિલક કરી હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. ગ્રામજનો અને સમસ્ત યાત્રાળુઓએ ભગવાન સુખસરેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી હતી અને મહાદેવની આરતી ઉતારી હતી.
*હિતેશ કલાલ (યાત્રાળુ સુખસર)*
અગાઉ ના સમય માં ચારધામ યાત્રા કઠિન હતી. પરંતુ હાલ ના સમય માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના સંચાલન હેઠળ સારી સુવીધાઓ શરૂ કરવામાં આવી છે. જેનાથી શાંતિપૂર્ણ રીતે દર્શન કરવાનો મોકો મળ્યો હતો. સૌ ભક્તો એ નિર્વિઘ્ને દર્શન કર્યા હતા. ચારધામ ની યાત્રા સફળ રહી હતી.