Friday, 22/11/2024
Dark Mode

ગરબાડામાં બગડેલી લક્ઝરી બસમાં બિરયાનીનું વેચાણ કરી જાહેરનામાનો ભંગ કરતા કાયદેસરની કાર્યવાહી કરાઈ

ગરબાડામાં બગડેલી લક્ઝરી બસમાં બિરયાનીનું વેચાણ કરી જાહેરનામાનો ભંગ કરતા કાયદેસરની કાર્યવાહી કરાઈ

 વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તા.10

ગરબાડામાં પોતાની બગડેલી લક્ઝરી બસમાં બિરયાની નું વેચાણ કરી જાહેરનામાનો ભંગ કરતા કાયદેસરની કાર્યવાહી કરાઈ, એક તરફ દેશ કોરોના વાઈરસની મહામારી સામે લડી રહ્યો છે. તો બીજી તરફ આવા તત્વો લોક ડાઉનનો ભંગ કરી બીમારી ફેલાવી રહ્યા છે,ગરબાડાના કુમાર શાળાના પટાંગણમાં ગ્રામ પંચાયત દ્વારા હાલમાં જ શાકમાર્કેટ ખસેડવામાં આવ્યું છે લોક ડાઉનના પગલે અહીંયા સવારથી જ હાટ બજાર જેવો માહોલ હોય છે જે તકનો લાભ લઈને લોક ડાઉન હોવા છતા પોતાની બગડેલી લક્ઝરી બસમાં જાહેરમાં બિરયાનીનું વેચાણ કરતા એક શખસ વિરુદ્ધ જિલ્લાના સમાહર્તાને રજૂઆત કર્યા બાદ ગરબાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

ગરબાડા પોલીસ સ્ટાફ શુક્રવારના રોજ પેટ્રોલીંગમાં ફરતા ફરતા ગરબાડા ટાઉન વિસ્તારમાં આવતા  અસ્લમ અબ્દુલ ગનીભાઇ શેખ ઉવ ૪૬ રહે  ગરબાડા ધાચીવાડાના આ વ્યક્તિને  પોતાની બગડેલી લક્ઝરી બસમાં બીરીયાની દુકાનમાં માણસોની હાજરી બાબતે પુછતા કોઇ સંતોષ કારક જવાબ આપ્યો ન હતો.હાલમાં કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહેલ છે. જે  બાબતથી વાકેફ હોવા છતા આ વ્યક્તિ દ્વારા પોતાની બીરીયાની દુકાનમાં માણસો ભેગા કરેલ હોય જે અંગે તેની પાસે માણસો ભેગા કરવા અંગે કોઇ સક્ષમ અધિકારીનું પાસ પરમીટ કે આધાર પુરાવા હોય તો રજુ કરવાનું પોલીસ દ્વારા પૂછતા  તેની પાસે કોઈપણ જાતના આધાર પુરાવો ન હોવાનું જણાવ્યું હતું અને જીલ્લા સમાહર્તાના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ જેથી પોલીસે અસ્લમ અબ્દુલ ગનીભાઇ  શેખ લોક ડાઉનમાં વધુ માણસો ભેગા ન થવુ તેવું જાણતા હોવા છતાં પોતાની બગડેલી લકઝરી ગાડીમાં બીરીયાની વેચી દુકાન ખુલ્લી રાખી માણસો ભેગા કરતા ગરબાડા પોલીસે જાહેરનામાના ભંગ બદલ   ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

કતલખાના દ્વારા મટન તેમજ ચામડા જાહેર જગ્યાએ નાંખતા રોગચાળો ફાટી નીકળવાનો ભય:વહીવટી તંત્ર દ્વારા લોકહિતમાં યોગ્ય કાર્યવાહી કરવી અનિવાર્ય  

ગરબાડામાં ચાલતા કતલખાનાઓ માંથી નીકળતો વેસ્ટિજ મટીરીયલ ચામડું હાડકા મટન સહિતની તમામ ચીજવસ્તુઓ ગરબાડાના રામનાથ મહાદેવ મંદિર પાસે આવેલ ઉકરડામાં કતલખાના ચલાવનારો દ્વારા નાખવામાં આવે છે.જે વસ્તુનો યોગ્ય નિકાલ કરવા બાબતે ગ્રામ પંચાયત દ્વારા તેઓને સૂચન પણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં તેઓ કતલખાનું આ વેસ્ટિજ મટીરીયલ મંદિર પાસે જાહેરમાં ખુલ્લામાં નાખતા હોવાના કારણે કુતરાઓ હાડકા અને માંસના લોચા મંદિર પટાંગણમાં લાવીને આરોગે છે.જેથી મંદિર આવતા લોકોની ધાર્મિક લાગણી દુભાય છે અને ગંદકી પણ થાય છે જેથી કતલ ખાનું ચલાવતા આવા લોકો દ્વારા કતલખાનાનો વેસ્ટિજ મટીરીયલ અન્ય જગ્યા પર નાખવામાં આવે તે જરૂરી બાબત બની છે

error: Content is protected !!