Saturday, 12/07/2025
Dark Mode

કોરોના સામે જંગમાં કોરોના વોરિયર્સ બન્યા જિલ્લાવાસીઓ :વડાપ્રધાન નરેન્દ્રમોદીના સંકલ્પને સાકાર કરવા દાહોદમાં દિવાળી જેવો માહોલ જામ્યો

કોરોના સામે જંગમાં કોરોના વોરિયર્સ બન્યા જિલ્લાવાસીઓ :વડાપ્રધાન નરેન્દ્રમોદીના સંકલ્પને સાકાર કરવા દાહોદમાં દિવાળી જેવો માહોલ જામ્યો

કોરોના સામે જંગમાં કોરોના વોરિયર્સ બન્યા જિલ્લાવાસીઓ :વડાપ્રધાન નરેન્દ્રમોદીના સંકલ્પને સાકાર કરવા દાહોદમાં દિવાળી જેવો માહોલ જામ્યો

જીગ્નેશ બારીયા, નીલ ડોડીયાર,રાજ ભરવાડ @ દાહોદ 

કોરોનાને હરાવવાના સંકલ્પ સાથે દાહોદના લોકોએ સોશ્યલડિટસિંગ કેળવીને ઘરે જ રહી ધાબા પર , ઝરૂખા કે બારણા પાસે ઉભા રહીને પ્રકાશ ફેલાવામાં આવ્યો, દાહોદ શહેર સહિત જિલ્લામાં દિવાવિગેરેના અજવાળા સાથે ભારત માતા કી જય , વંદે માતરમ્ , હાઉ ધી જોશ , નરેન્દ્ર મોદી કી જય , જય શ્રીરામ , ગો કોરોના ગો , વિગેરેના નારા સાથે સમગ્ર દાહોદ શહેર સહિત જિલ્લો ગુંજી ઉઠ્યો

દાહોદ તા.05

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આજરોજ રાત્રે ૯ કલાકે કોરોના સામેની લડતમાં પ્રદાન કરનારા પ્રત્યેક અહોભાવ વ્યક્ત કરવા સાથે અંધકારમાંથી ઉજાશ તરફ ગતિ કરવાના શુભાશયે મહાશક્તિ જાગરણનો સંકલ્પપ્રદર્શિત કરવાનું આહવાન અંતર્ગત દાહોદ સહિત દેશભરમાં મીણબત્તી , મોબાઇલની ફેલેસલાઇટ , દિવડા , કે ટોર્ચ વડે પ્રકાશ ફેકી કોરોનાને હરાવવાના સંકલ્પ સાથે દાહોદના લોકોએ સોશ્યલડિટસિંગ કેળવીને ઘરે જ રહી ધાબા પર , ઝરૂખા કે બારણા પાસે ઉભા રહીને પ્રકાશ ફેલાવામાં આવ્યો હતો . આ સાથે જ દાહોદ શહેર સહિત જિલ્લામાં દિવાવિગેરેના અજવાળા સાથે ભારત માતા કી જય , વંદે માતરમ્ , હાઉ ધી જોશ , નરેન્દ્ર મોદી કી જય , જય શ્રીરામ , ગો કોરોના ગો , વિગેરેના નારા સાથે સમગ્ર દાહોદ શહેર સહિત જિલ્લો ગુંજી ઉઠ્યો હતો . સાથે જ લોકોએ આતશબાજી કરી આ દિપોત્સવની ભવ્ય ઉજવણી સાથે સાથે કોરોના કહેરથી ભારત દેશને મુક્ત કરવા ભગવાનને પ્રાર્થના કરી હતી . હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી મુક્યો છે ત્યારે બીજી તરફ ભાઈચારા વચ્ચે સમગ્ર દાહોદ શહેર જિલ્લામાં કોરોના સામે લડત આપવા એકસુર દાખવી વડાપ્રધાન મોદીના સંકલ્પને ઉજાગર કરવાના નિર્ણય સાથે આજે લોકોએ પોત પોતાના ઘરે દિવા , મીણબત્તી , મોબાઈલની ફલેસલાઈટ ચલાવી તેમજ પોતાના ઘરોને રાત્રીના ૯ કલાકે | ૯મીનીટ સુધી લાઈટો બંધ રાખી કોરોના વાયરસ સામે લડતા તમામ લોકોનો ઉત્સાહ વધારવા માટે તેમજ કોરોના | વાયરસ સામે લડત આપવા લોકોમાં મનોબળપુરૂ પાડી એકસુરે સમગ્ર દાહોદ જિલ્લામાં લોકોએ જાણે દિવાળી જેવો | તહેવાર હોઈ આ દિવસને વધાવી લીધો હતો.

error: Content is protected !!