બાગાયતી ખેતીમાં યાંત્રિકરણ ઘટકમાં સહાયનો લાભ લેવા અનુરોધ*

Editor Dahod Live
2 Min Read

વસાવે રાજેશ દાહોદ 

*બાગાયતી ખેતીમાં યાંત્રિકરણ ઘટકમાં સહાયનો લાભ લેવા અનુરોધ*

*બાગાયતી ખેતીમાં યાંત્રિકરણ ઘટકમાં ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.૩૧.૦૫.૨૦૨૩ સુધી ખુલ્લુ મુકાયું*

 

દાહોદ, તા. ૧૭ : બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે I-KHEDUT પોર્ટલ તા. ૩૧.૦૫.૨૦૨૩ સુધી રાજ્ય સરકારશ્રી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. વિવિધ ઘટકો પૈકી બાગાયતી ખેતીમાં યાંત્રિકરણ ઘટકમાં વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પણ આગામી તા. ૩૧ મે સુધીમાં અરજી કરવાની રહેશે.  

વિવિધ ઘટકો પૈકી બાગાયતી ખેતીમાં યાંત્રિકરણ ઘટકમાં ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી), ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫ BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર, ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર (૨૦ BHP થી ઓછા), પાવર ટીલર (૮ BHP થી ઓછા), પાવર ટીલર (૮ BHP થી વધુ), મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર, સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

 ઓનલાઈન કરેલ અરજીની પ્રિંટ નકલ જરૂરી સાધનીક કાગળો જેવા કે નવીન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથેની અરજી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જીલ્લા સેવા સદન, રૂમ નંબર: ૨૩૩ થી ૨૩૫, બીજો માળ, દાહોદ – ફોન નં – ૦૨૬૭૩-૨૩૯૨૫૧ કચેરી ખાતે દિન-૭ માં જમા કરાવવાની રહેશે એમ નાયબ બાગાયત નિયામકશ્રી, દાહોદ કચેરીની અખબાર યાદીમાં જણાવ્યું છે.

૦૦૦

Share This Article