બીરસા ક્રેડિટ સોસાયટી સભાસદો દ્વારા અનોખો પ્રયાસ. *લગ્ન પ્રસંગોમાં રિવાજોના નામે ઘર કરી ગયેલા કુરિવાજોને અને દાપુ-દહેજ પ્રથા દૂર કરી લગ્નમાં થતા ખોટા આર્થિક ભારણને દૂર કરવાનો સરાહનીય પ્રયાસ.* 

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી સુખસર 

બીરસા ક્રેડિટ સોસાયટી સભાસદો દ્વારા અનોખો પ્રયાસ.

*લગ્ન પ્રસંગોમાં રિવાજોના નામે ઘર કરી ગયેલા કુરિવાજોને અને દાપુ-દહેજ પ્રથા દૂર કરી લગ્નમાં થતા ખોટા આર્થિક ભારણને દૂર કરવાનો સરાહનીય પ્રયાસ.* 

કન્યાના દહેજ પેટે એક પણ રૂપિયો લીધા વિના રૂપિયા 81,101 કન્યાદાન આપી આદિવાસી સમાજમાં દાખલા રૂપ વ્યવહારથી કન્યાને વળાવવામાં આવી.

       ( પ્રતિનિધિ ) સુખસર,તા.10

          આદિવાસી સમાજના કલ્યાણ હેતું સમગ્ર આદિવાસી સમાજને એક પરિવાર માની સમાજનું કલ્યાણ થાય તે હેતુ થી બિરસા ક્રેડિટ સોસાયટી દ્વારા એક નવીન સામાજિક ઉત્થાનના કાર્યની પહેલ કરવામાં આવી હતી. જેમાં દાહોદ, મહીસાગર અને પંચમહાલ આમ ત્રણ જિલ્લાના અલગ- અલગ ગામના સભાસદો બિરસા ક્રેડિટ સોસાયટી સાથે જોડાઈ પોતાનો એક પરિવાર માની બિરસા ક્રેડિટ સોસાયટી સાથે સંલગ્ન છે. બિરસા ક્રેડિટ સોસાયટીના સભાસદ બાબુભાઈ તાવીયડે પોતાની દીકરી કુમુદનું લગ્ન કંકુની કન્યા તરીકે એટલે કે એક પણ રૂપિયો દહેજ કે દાપુ ના લેવાનું નક્કી કર્યુ હતું.કંકુની કન્યા એટલે કે વર પક્ષ પાસેથી દહેજ પેઠે લેવામાં આવતી રકમ (રૂપિયા) પેઠે એક પણ રૂપિયો ન લેવાના નિર્ણય સાથે દીકરીના લગ્ન નક્કી કર્યા હતા.વર પક્ષ તરફથી કન્યા પક્ષ ને દેહેજ પેટે જે રકમ આપવામાં આવે છે તે રકમ કદાચ વર પક્ષની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો તે ઉછી- ઉધાર કા તો બીજા જોડે થી વ્યાજ વાળા લઈ દેવું કરીને કન્યા પક્ષમા આપતાં હોય છે .લગ્ન પછી પોતાની દિકરીને આર્થિક બોજો ના સહન કરવો પડે અને બહાર ગામ મજુરી અર્થે ના જવું પડે ,તેમજ દીકરી પોતાની ખુશીમય લગ્નજીવન જીવી કરી શકે તે હેતુથી બાબુભાઈ તાવિયાડે એક નવીન પહેલ કરી હતી. આ સમાજ હીતના પ્રેરણારૂપ કાર્યને પ્રેરીત કરવા માટે બિરસા ક્રેડિટ સોસાયટીના તમામ સભાસદોના સહકાર અને સહયોગથી એક પરિવાર બની બાબુભાઈ તાવિયાડની દીકરી કુમુદ આવનાર દિવસોમાં શાંતિથી સુખદ લગ્નજીવન પસાર કરી શકે તે હેતુ થી બિરસા ક્રેડિટ સોસાયટીના સભાસદો દ્વારા “આર્થિક લાહ ” થકી ફૂલ નઈ તો ફૂલ ની પાંખડી” રૂપે કન્યાદાન તરીકે 81101 રૂપિયા લગ્નના દિવસે આર્થિક સહાય આપવામાં આવી હતી.આદિવાસી સમાજને એક પ્રેરણા રૂપ જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડેલ છે.આવનારા સમયમાં આદિવાસી સમાજના લોકો કંકુની કન્યા આપતા થાય,અને ખોટા ખર્ચો ઓથી બચે તે માટે આદિવાસી સમાજે એક મશાલ ઉભી કરી છે.

    બિરસા ક્રેડિટ સોસાયટીના તમામ સભ્યોએ પોતાની ફરજ સમજી આદિવાસી સમાજને એક પરિવાર સમજી બાબુભાઈ તાવિયાડની દિકરી ના લગ્ન પ્રસંગમાં હાજરી આપી કન્યા ના માતા-પિતાને આદિવાસી પરંપરાગત ઝુલડી, ફેટો અને સાડીનું મામેરું સ્વરૂપે ભેટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.બિરસા ક્રેડિટ સોસાયટીના માધ્યમથી નવીન પહેલની જ્યોત પ્રજ્વલિત કરી આદિવાસી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.કંકુની કન્યા માટે યથાશક્તિ યોગદાન આપી સહભાગી થવા બદલ બિરસા ક્રેડિટ સોસાયટીએ દરેક સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share This Article