ઈરફાન મકરાણી :- દે. બારીયા
વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી દરમિયાન દેવગઢ નગર પાસે એક સાથે ત્રણ દિપડા કેમેરામાં કેદ થયાં..
દે.બારીયા તા.09
જ્યારે સમગ્ર ગુજરાત ભરમાં દીપડા, તૃણાહારી અને નાના સસ્તન પ્રાણીઓની વસ્તી ગણતરી પ્રક્રિયા શરૂ કરાય છે ત્યારે તા.૦૫,૦૬,૦૭ મે-૨૦૨૩ દરમ્યાન ચાલતી વન્ય પ્રાણીઓ ની ગણતરી મા દાહોદ જિલ્લાના કુલ ૧૩ રેંજોમાં ૧૮૫ પૉઇન્ટ પર આશરે ૫૦૦ જેટલા વન વિભાગના કર્મીઓ જોડાયા તેમજ વિવિધ એન.જી.ઓ. પણ આ વસ્તી ગણતરી માં જોતરાઈ છે જેમાં વન્ય જીવોનું પ્રત્યક્ષ સાઈટીગ તથા તેઓના પ્રત્યક્ષ પુરાવા જેવા કે તેઓના પગમાર્ક, હગાર, અવાજ પરથી ગણત્રી કરાય હતી જેમાં આ ગણત્રી માં નગર ના કોલેજ પાસે ના પાણી ના સંપ પાસે એક સાથે ત્રણ દીપડા કેમેરા ભા કેદ થયા હતા આ ત્રણ દીપડા એક સાથે જોવાતા દીપડાની વસ્તી મા વધારો થયો હોઈ તેમ જોવાય રહ્યુછે જ્યારેજિલ્લા માં અલગ અલગ જંગલ વિસ્તારમા રીંછ. ઝરખ જેવા વન્ય પ્રાણીઓ પણ જોવાયા મળીયા હતા
