Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં જાહેરનામાના ભંગ બદલ 4 દુકાનોને સીલ મારતું નગરપાલિકાતંત્ર:પોલીસે એકની અટકાયત કરી ગુનો નોંધ્યો

દાહોદમાં જાહેરનામાના ભંગ બદલ 4 દુકાનોને સીલ મારતું નગરપાલિકાતંત્ર:પોલીસે એકની અટકાયત કરી ગુનો નોંધ્યો

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૦૨
લોકડાઉન વચ્ચે દાહોદ શહેરમાં વહીવટી તંત્ર સખ્ત બન્યુ છે ત્યારે આવા સમયે દાહોદની ચાર જેટલી દુકાનોના દુકાનદાર દ્વારા પોતાની દુકાનો ખોલતા પાલિકા તંત્રએ પોલીસની મદદ લઈ ચારેય દુકાનો સીલ કરી દેતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દુકાનદારો પૈકી એક દુકાનદારની અટક કર્યાનું પણ જાણવા મળે છે.
કોરોના વાયરસના કહેર વચ્ચે દાહોદ શહેરમાં પણ લોકડાઉનનું ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યું છે. આવા કટોકટીના સમયે જાહેરનામાનો ભંગ કરતાં દુકાનદારો સહિત ઘણા લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ દાહોદ શહેરના મંડાવાવ રોડ સહિત પીંજારવાડ મળી કુલ ચાર જેટલી દુકાનદારો દ્વારા જાહેરનામાનો ભંગ કરી દુકાન ખુલ્લી રાખતા સીલ કરવામાં આવી છે જેમાં જલારામ પાન કોર્નર, ચંદાણી પાન કોર્નર, જય માં સંતોષી સાયકલ માર્ટ અને વિપુલ વાડીલાલ શાહની ઘંટી એમ ચાર દુકાનોને પાલિકા તંત્ર દ્વારા પોલીસની હાજરીમાં સીલ કરી દેવામાં આવી છે જ્યારે વિપુલ વાડીલાલ શાહની અટક કરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

error: Content is protected !!