વસાવે રાજેશ દાહોદ
રૂલર પોલીસે મુવાલિયા ક્રોસિંગ ઉપરથી રાજસ્થાનથી ચોરેલી મોપેડ ગાડી સાથે એક મહિલા અને પુરૂષને ઝડપી લીધા..
દાહોદ તા.29
દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણા તેમજ ડિવિઝનના એએસપી જગદીશ બાંગરવાની સૂચના અનુસાર ચોરી તેમજ લૂંટમાં ગયેલા મુદ્દામાલને શોધી તેમજ મોટરસાયકલ ચોરી ફોરવ્હીલર ચોરીના ગુનાઓ શોધી કાઢવા તેમજ અસરકારક કામગીરી કરવા માટે રૂરલ પોલીસને સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને દાહોદ રૂલર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ નયનસિંહ પરમાર તેમજ રૂલર પોલીસના માણસોની ટીમ 28મી એપ્રિલના રોજ અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે ઉપર આવેલા મુવાલિયા ક્રોસિંગ નજીક વાહન ચેકિંગ હાથ ધરી રહયા હતા તે દરમિયાન દાહોદ તરફથી એક સફેદ કલરની હોન્ડા એકટીવા RJ 14 HE 7008 તેને ઉભી રખાવી તેની તપાસ ઈ ગુજકોપ પોકેટ એપ્લિકેશનમાં સર્ચ કરતા આ મોપેડ એકટીવા ગાડી જયપુર રાજસ્થાનના માલીકની જણાઈ આવતા એકટીવા ચલાવનાર મહિલા તથા પાછળ બેઠેલા ઈસમની અટકાયત કરવામાં આવી હતી તેમજ તેમની સાથે ઝીણવટ ભરી પોલીસે પૂછપરછ કરતા તેમને પોલીસ સમક્ષ ભાંગરો વાટ્યો હતો કે આ એકટીવા મોપેડ ગાડી તે પકડાયેલો ઇસમનો ભાઈ દિનુભાઈ સેજાદભાઈ મનસુરીએ ચોરી કરેલી એકટીવા તેમને આપી હોવાનું જણાવ્યું હતું ત્યારે પોલીસે ચોરીની એકટીવા ગાડી તેમજ એક મહિલા જેનું નામ આશિયાબાનુ સલીમ ઉર્ફે રતનલાલ દિવાન હાલ રહેવાસી પરેલ અને મૂળ રહેવાસી મજરા અર્જુનનગર રતલામ મધ્યપ્રદેશનું હોવાનું જણાવ્યું હતું તેની પણ પોલીસે અટકાયત કરી હતી ત્યારે તેની સાથે અન્ય એક ઈસમ જેનું નામ સેજાદ રસીદ મનસુરી હાલમાં રહેવાસી પરેલ ધોબીઘાટ અને મૂળ રહેવાસી મદીના મસ્જિદ પાસે અમનવસ્તી ગંગાપુર સીટી સવાઈ માધોપુર રાજસ્થાનનો હોવાનું જણાવ્યું હતું ત્યારે આ ચોરી થયેલી એકટીવા પોલીસે જપ્ત કરી હતી જેનો ગુનો રાજસ્થાનના માનસરોવર પોલીસ મથક ખાતે 2022 માં નોંધાવવા પામ્યો હતો જ્યારે રૂલર પોલીસે દાહોદ માંથી રાજસ્થાનની ચોરી થયેલી હોન્ડા એકટીવા ગાડી ઝડપી અને રાજસ્થાનના માનસરોવર પોલીસ મથકનો અનડીટેકટર ગુનો ડિટેક્ટ કરવામાં દાહોદ રૂલર પોલીસને સફળતા મળી હતી..
