ઘરફોડ તેમજ slajચોરીમાં કુખ્યાત એમપીની ગેંગનો પર્દાફાશ: દાહોદ એલસીબીએ ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી…

Editor Dahod Live
7 Min Read

વસાવે રાજેશ દાહોદ 

ઘરફોડ તેમજ slajચોરીમાં કુખ્યાત એમપીની ગેંગનો પર્દાફાશ: દાહોદ એલસીબીએ ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી…

દાહોદ સહીત આસપાસના વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓમાં ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગના ચાર સભ્યોને દાહોદ એલસીબીએ દબોચી ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો..

 પકડાયેલી ગેંગના સભ્યોએ દાહોદ તેમજ મધ્યપ્રદેશમાં 16 જેટલા શાળાઓમાં ગુના આચર્યાની કરી કબુલાત: મુખ્ય સૂત્રધારો સહિત ગેંગના 10 સભ્યો વોન્ટેડ..

દાહોદ તા.21

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક શાળાઓમાં ચોરીના બનાવો વધવા પામતા પોલીસની પ્રતિષ્ઠા તેમજ કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા હતા.પ્રાથમિક શાળામાં ચોરી કરનાર ગેંગે ટૂંકાગાળામાં લીમખેડા,દાહોદ,ગરબાડા, ધાનપુર તેમજ કતવારા વિસ્તારમાં આવેલી શાળાઓને નિશાન બનાવી એક પછી એક 14 જેટલી શાળાઓના તાળા તોડી યાંત્રિક ઉપકરણો સહીત સરસમાનની બિન્દાસ્ત પણે ચોરી કરી પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા. દિન પ્રતિ દિન વધી રહેલી ચોરીના બનાવોના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાવા પામ્યો હતો.તો પંથકમાં વધી રહેલી પ્રાથમિક શાળાઓમાં ચોરીની ઘટનાને દાહોદ જિલ્લા પોલીસવડાએ ગંભીરતાથી લઈ દાહોદ એલસીબી પોલીસને સૂચના આપતા દાહોદ એલસીબી પોલીસે દાહોદ સહીત આસપાસના વિસ્તારોમાં બની રહેલી શાળાઓની ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે.જેમાં મધ્યપ્રદેશના એક જ ગામના મુખ્ય સૂત્રધારો સહીત કુલ 14 સભ્યોની આ ગેંગમાં ઇન્ફોર્મર તરીકે કામ કરતા દાહોદ જિલ્લાના બે ઈસમો પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલતા મધ્યપ્રદેશના ત્રણ અને ગરબાડાનો એક મળી કુલ ચાર તસ્કરોને ઝડપી જેલ ભેગા કર્યા છે.જયારે મુખ્ય સૂત્રધારો સહીત આ ગેંગના અન્ય દસ ઈસમો હાલ પોલીસની પકડથી દૂર છે ત્યારે પોલીસે આ ચારેય તસ્કરો પાસેથી ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના ભાંડાખેડા મંગા ફળિયાના સંજય જવસિંગ ડામોર તેમજ રણજીત ધુલાભાઈ ડામોર તેમના જ ફળિયાના મિથુન ડામોર,રાકેશ ડામોર, મુકેશ ડામોર,કાયાભાઈ ડામોર,પ્રવીણભાઈ ડામોર,અર્જુનભાઈ ડામોર,ધીરુભાઈ ડામોર,અરવિંદભાઈ ડામોર,અતુલભાઇ ડામોર,શૈલેષભાઈ ડામોર તેમજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નીમચ પરમાર ફળિયાના મેહુલ નીનામા તેમજ ઝરી ખરેલી ઢાળીયા ફળિયાના વિજયભાઈ ગફુરભાઈ ગણાવા સાથે મળી આખી સમગ્ર ગેંગ ઓપરેટ કરતા હતા. આ ગેંગના દાહોદના બે સભ્યો અગાઉથી શાળાઓની રેકી કરી આ ગેંગના મુખ્ય સૂત્રધાર સંજયભાઈ તેમજ રણજીતભાઈને શાળાઓ અંગેની રજેરજ ની માહિતી પહોંચાડતા હતા ત્યારબાદ ઉપરોક્ત બંને મુખ્ય સૂત્રધારો પોતાની ગેંગના ઉપરોક્ત સભ્યો સાથે આયોજનબધ્ધ રીતે શાળાઓમાં ચોરી કરવાનો પ્લાન બનાવતા હતા.અને તેઓને અમલમાં મુકતા હતા આ ગેંગના સભ્યોએ ધાનપુર માં એક લીમખેડામાં બે દાહોદમાં રૂરલમાં ત્રણ કતવારામાં પાંચ તેમજ ગરબાડામાં ત્રણથી વધુ શાળાઓને નિશાન બનાવી શાળાઓમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો.શાળાના તાળા તોડી શાળાઓમાંથી યાંત્રિક ઉપકરણો જેવા કે કોમ્પ્યુટર ટીવ,મોટરો લેપટોપ સહિતની સાધન સામગ્રી તેમજ મધ્યાહન ભોજનમાં વપરાતા ખાણીપીણીના વાસણનો પણ આ તસ્કરો દ્વારા ચોરી કરીને લઈ જવાયા હતા. આ ગેંગે દાહોદ સહિત આસપાસના વિસ્તારમાં ઉપરાછાપરી 14 જેટલા ગુનાઓને અંજામ માપતા એક તરફ લોકોમાં ભયનો માહોલ પેદા થવા પામ્યો હતો.તો બીજી તરફ શાળાઓમાં ચોરીઓના બનાવો વધતા દાહોદ જિલ્લા પોલીસની પ્રતિષ્ઠા તેમજ કામગીરી સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા હતા. ત્યારે આ ચોરીની ઘટનાને દાહોદ જિલ્લા પોલીસવાળા બલરામ મીણાએ ગંભીરતાથી લીધી હતી.અને આ ગુનાઓના ભેદ ઉકેલવા માટે દાહોદ એલસીબીને તેમજ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો. તેવા સમયે ગતરોજ દાહોદ એલસીબીના પી.આઈ કે ડી ડીંડોર સહિતના જવાનો કતવારા પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના કુંદનપુર બાજુથી વગર નંબરની એકટીવા હેન્ડીકેપની મોટરસાયકલ ફોરવીલર બનાવેલ છે.જેના ઉપર એક મોટી ટીવી એલઈડી કતવારા બજારમાં વેચાણ કરવા આવનાર છે.તેવી બાતમીના આધારે દાહોદ એલસીબીની ટીમે કતવારાથી આગાવાડા ગામે વોચ ગોઠવી હતી.તે દરમિયાન પાંચમી વાળી એકટીવા ત્યાંથી પસાર થતાં એલસીબીની ટીમે આ મોટરસાયકલ ચાલકને રોકી ટીવી અંગે પૂછતા જ કરતા તેઓની પાસે માલિકીના બિલ તેમજ મોટર સાયકલના કાગળિયાઓની માંગણી કરાતા પહેલા તો તેઓએ ઊંડાઉ જવાબો આપતા પોલીસને ઉપરોક્ત પકડાયેલા મોટરસાયકલ ચાલક તેમજ પાછળ બેઠેલા ઈસમ ઉપર શંકા જતા આ બંને ઈસમોને મોટરસાયકલ સાથે પકડી એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. અને તેઓની પૂછપરછ હાથ ધરાતા દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓમાં ભરપૂર ચોરીની ઘટનાઓને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ થયો હતો. પોલીસે પકડાયેલા રાણાપુર ભાડાંખેડા મંગા ફળિયાના અતુલ,નુરાભાઈ ડામોર તેમજ અરવિંદ ભુરાભાઈ ડામોરની અંગજડતી તેમજ ધનિષ્ઠ પૂછપરછ કરાતા તેઓની પાસેથી એક મોબાઈલ ફોન તેમજ જે મોટરસાયકલ ઉપર ટીવી લઈને વેચવા માટે આવ્યા હતા.તે મોટરસાયકલ પણ ચોરીની હોવાનું સામે આવ્યું હતું.પોલીસની સામે આ પકડાયેલા તસ્કરોએ સિલસિલાબંધ કબૂલાત કરી હતી.જેના પગલે એલસીબી પોલીસે ગરબાડા તાલુકાના નીમચ ફળિયામાંથી મેહુલ ભરતભાઈ મીનામાં અને શૈલેષ સુભાષભાઈ ડામોર સહિત કુલ ચાર ઈસમોને ઝડપી તેમની પાસેથી કેબલ વાયરો એસ.આર કંપનીનું લેપટોપ કોમ્પ્યુટરના કીબોર્ડ સીલીંગ પંખા,સ્ટીલની થાળીઓ,માઇક્રોફોન એલીડી ટીવીઓ સહિતના ત્રણ લાખ ઉપરાંતના મુદ્દામાલ પણ કબ્જે કર્યા હતા.પકડાયેલા આરોપીઓએ કરેલી કબુલાતના આધારે પોલીસે દાહોદ જિલ્લાના 14 તેમજ મધ્યપ્રદેશના બે મળી કુલ 16 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી હતી.દાહોદ જિલ્લામાં ઇન્ફોર્મર તરીકે કામ કરતા આ ગેંગના મેહુલ નીનામા સહિત કુલ ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા.ત્યારે આ ગેંગના મુખ્ય સૂત્રધારો સંજય ડામોર તેમજ રણજીત ડામોર સહિત અન્ય બાર જેટલા આ ગેંગના ફરાર સભ્યોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આમ જિલ્લા પોલીસવડા બલરામ મીણાના નિર્દેશો અનુસાર એલસીબી પોલીસે પ્રાથમિક શાળાઓમાં ચોરી કરીને પોલીસને પડકાર ફેંકતી આ ગેંગનો પર્દાફાશ કરી કુલ 16 જેટલા અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવામાં સફળતા સાંપડી છે.અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ શહેરના પોશ ગણાતા ગોવિંદ નગર વિસ્તારમાં ટૂંકા ગાળામાં ઘરફોડ તસ્કરો દ્વારા પ્રાથમિક શાળાઓને નિશાન બનાવી હાહાકાર મચાવ્યો છે. તો બીજી તરફ દાહોદ સહિત આસપાસના વિસ્તારમાં મોટરસાયકલ ચોરીના બનાવોએ પણ માઝા મૂકી છે.જેના પગલે એક તરફ પોલીસની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે.તો બીજી તરફ પોલીસની કામગીરી સામે તો સવાલો ઉઠી રહ્યા છે.પરંતુ સાથે સાથે લોકોમાંથી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ પણ ઊઠવા પામી રહ્યો છે.ત્યારે પ્રાથમિક શાળાઓમાં ચોરીઓના ભેદ જે રીતે પોલીસે ઉકેલ્યા છે.એવી જ રીતે આ ઘરફોડ તસ્કરોને ડામવા માટે પોલીસ કોઈ નક્કર કામગીરી કરી એક્શન પ્લાન બનાવે તો દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં વધી રહેલા ઘરફોડ ચોરીની સાથે સાથે મોટરસાયકલ ચોરીઓના બનાવો પર અંકુશ આવશે તેમાં કોઈ બે મત નથી. અને પોલીસે પ્રજાની સામે ગુમાવેલો વિશ્વાસ પુન સ્થાપિત થશે.

Share This Article