Thursday, 21/11/2024
Dark Mode

સાવધાન….. તમે ડ્રોન કેમેરાની નિગરાણીમાં છો: લોકડાઉન દરમિયાન ઘરની બહાર નીકળ્યા તો પોલિસ કાર્યવાહી કરશે

સાવધાન….. તમે ડ્રોન કેમેરાની નિગરાણીમાં છો: લોકડાઉન દરમિયાન ઘરની બહાર નીકળ્યા તો પોલિસ કાર્યવાહી કરશે

સાવધાન..... તમે ડ્રોન કેમેરાની નિગરાણીમાં છો: લોકડાઉન દરમિયાન ઘરની બહાર નીકળ્યા તો પોલિસ કાર્યવાહી કરશેસાવધાન..... તમે ડ્રોન કેમેરાની નિગરાણીમાં છો: લોકડાઉન દરમિયાન ઘરની બહાર નીકળ્યા તો પોલિસ કાર્યવાહી કરશે

દાહોદ તા.૨૮

કોરોના વાયરસના સંક્રમણને વધુ આગળ અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા ૨૧ દિવસના લોકડાઉનના એલાનના પગલે સમગ્ર દેશના લોકોને ઘરમાં જ રહેવાના સુચનો કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ દાહોદ જિલ્લામાં પણ આ મામલે કડક અમલ થઈ રહ્યો છે. ડ્રોનની મદદ લઈ દાહોદ જિલ્લાના તમામ ગામો, શહેરો ઉપર તંત્ર દ્વારા નજર રખાઈ રહી છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસે પગપેસારો કરતાં આરોગ્ય તંત્ર તેમજ સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા આ કોરોના વાયરસ આગળ વધુ ન ફેલાય તે માટે દિવસ રાત એક કરી પોતાની નિષ્ઠાપુર્વક કામગીરી કરી રહી છે અને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ સાથે સાથે આરોગ્ય લક્ષી અનેક કામગીરી પણ કરાઈ રહી છે ત્યારે આજથી દાહોદ શહેર સહિત જિલ્લામાં ડ્રોનની મદદ લઈ સમગ્ર જિલ્લામાં ડ્રોન મારફતે નજર રખાઈ રહી છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં વીજ પુરવઠો ન ખોરવાય અને વીજ પુરવઠો મળી રહે તે માટે જિલ્લા વીજ કચેરી દ્વારા સતત ૨૪ કલાક ફરજ બજાવી રહી છે. દાહોદ જિલ્લામાં આજથી વહીવટી તંત્ર વધુ સખ્ત બની છે અને વગર કામે અવર જવર કરતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓ અને ઘરની બહાર બેસી રહેતા લોકો સામે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે પોલીસ દ્વારા આવા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી વાહનોની કબ્જે લીધા હતા.

error: Content is protected !!