
રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડા પોલીસ મથકે અપહરણ સહિત બે ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા સાંપડી
આરોપીને જેસાવાડા બજારમાં ચિલાકોટા ચોકડી પાસેથી ઝડપી પાડયો
ગરબાડા તા.22
મળતી વિગતો અનુસાર જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ તેમજ સર્વેલેન્સ સ્કોડ ના માણસો ઉમેશભાઈ ગોપાલભાઈ રમિઝખાન નરુદીનખાન રાહુલ કુમાર નવલસિંહ તથા મનોજકુમાર જશવંતસિંહ જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અપહરણ તેમજ દાહોદ રૂલર પોલીસ સ્ટેશન અને અન્ય બે ગુનામાં સડોવાયેલ અતુલભાઇ વાલાભાઈ પસાયા ગામ વડવા ગોરાડીયા ફળિયા નો આરોપી જેસાવાડા બજારમાં હોવાની મળેલી બાકીના આધારે જેસાવાડા પોલીસે તપાસ કરી આરોપીને ચિલાકોટા ચોકડી ઉપરથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ જેસાવાડા પોલીસને અપહરણ સહિત બે ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી