
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
વીજ તંત્ર સાચી અને સચોટ કામગીરી હાથ ધરીને લોકોને ભયમુક્ત ક્યારે કરશે?
સંજેલી બાયપાસ ચોકડી પર ત્રણ જેટલા વીજ પોલ નમી જતા કરંટ લાગવાનો ભય.
વીજતંત્રની ગંભીર બેદરકારીના પગલે વીજ થાંભલો પડવાથી કોઈનો જીવ લેશે.?
MGVCL દ્વારા નમી ગયેલા વીજ થાંભલા વહેલી તકે સીધા કરવા સ્થાનિકોની માંગ ઉઠવા પામી.
સંજેલી તા.21
સંજેલી બાયપાસ રસ્તા પર 3 જેટલા વીજ થાંભલા નમી જતા લોકોમાં વિતરણ લાગવાનું ભય ફેલાઈ રહ્યું છે.ત્યારે આ મામલે વીજ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે.એમજીવીસીએલ દ્વારા આ વીજ પોલને જમીનની અંદર ઉડાણ કરી રોપવામાં ન આવતા યોગ્ય કામગીરી કરવામાં ન કરવાના કારણે તેમજ બેદરકારી પૂર્વકની કામગીરીના કારણે વીજપોલ નમી ગયા હોવાનું કેહવાઈ રહ્યું છે.સાથે સાથે વીજ થાંભલા પર લીલા ઝાડ અને વેલા પાંદડા ઘેરાઈ જતા શોર્ટ સર્કિટ થવાની શક્યતાથી સ્થાનિકો વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓને ભય સતાવી રહ્યો છે. ત્યારે સવાલ એવો થઈ રહ્યો છે કે એમજીવીસીએલ દ્વારા પણ આ બાબતે કેમ ધ્યાન આપવામાં આવતું નથી જેના પગલે વીજ થાંભલા પર ભયજનક વીજ કનેક્શન ઉપર સફાઈ થતી નથી તો વીજતંત્રની ની સાચી કામગીરી હાથ ધરીને લોકોને ભયમુક્ત ક્યારે કરશે તેવા પણ તાલુકામાં સવાલો ઉઠી રહ્યા છે.હાલ સંજેલી બાયપાસ રોડ પર કન્યા વિદ્યાલય, ડોક્ટર શિલ્પન આર જોશી હાઈસ્કુલ, બસ સ્ટેન્ડ આવેલી છે. સ્થાનિકો વાહન ચાલકોને તેમજ અવરજવર કરતા વિદ્યાર્થીઓને જોખમ સમાન સાબિત થઇ રહ્યા છે.