સંતરામપુર પાલિકાના પ્રમુખ અને સભ્યોના શાસનના પાંચ વર્ષ પૂર્ણ થયા પરંતુ વરસાદી પાણીનો નિકાલ ન થયો…

Editor Dahod Live
2 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર પાલિકાના પ્રમુખ અને સભ્યોના શાસનના પાંચ વર્ષ પૂર્ણ થયા પરંતુ વરસાદી પાણીનો નિકાલ ન થયો…

સંતરામપુર તા.18

 સંતરામપુર નગરપાલિકામાં પ્રમુખ અને સભ્યોને સત્તાની ભૂખ અને લાલચ મેળવવા માટે અને જાળવી રાખવા માટે પાંચ વર્ષ સુધી પ્રયાસો કર્યા પરંતુ સંતરામપુર નગરના નગરજનોની પ્રાથમિક સુવિધા અને સુખાકારી માટે જરાય પણ ના વિચાર્યું વરસાદી માવઠું અને જાપટું આવતા જ સંતરામપુર કોલેજ રોડ વિસ્તારમાં મંગલ જ્યોત સોસાયટીમાં પ્રવેશ કરતા જ તળાવ ભરાઈ ગયું સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાલિકા સુધી સુગર ગટરની યોજના લાવ્યા પછી પણ વરસાદી પાણીનું કે અન્ય પાણીનો નિકાલ ના કર્યો ચૂંટાયેલા સભ્યો અને પ્રમુખો જો ખરેખર નગરજનોની હિત જોયું હોત તો સંતરામપુરની ઘણા બધા પ્રશ્નો અને સમસ્યાઓ નો નિકાલ થઈ ગયો હોય આ પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે નગરનો વિકાસ કરવામાં કે લોકોની સમસ્યાનો નિરાકરણ લાવવા માટેનું જરાય રસ દેખાયો નહીં છેલ્લા બે દિવસમાં મંગલ જ્યોત સોસાયટી વિસ્તારમાં જ્યાં 100 ઉપરાંત રહે છે મુખ્ય પ્રવેશ દર પછી તળાવ ભરેલું જોવા મળી આવેલું છે સવાર સાત દિવસ પર આ તળાવમાંથી સોસાયટી વિસ્તારના રહીશોને પસાર થવું અઘરું બને છે અત્યારે બે વડે ઋતુ ભેગી થવાના કારણે આ રીતે પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરનો પણ ઉપગ્રહ વધી રહેલો છે વહેલી તકે આનું નિરાકરણ આવે સોસાયટી વિસ્તારની માંગ ઉભી થયેલી છે

Share This Article