ગરબાડા મામલતદારની અધ્યક્ષતામા બોરીયાલા ખાતે રાત્રી ગ્રામસભા યોજાઈ

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા 

 

 

ગરબાડા મામલતદારની અધ્યક્ષતામા બોરીયાલા ખાતે રાત્રી ગ્રામસભા યોજાઈ

રાત્રી ગ્રામસભામાં પશુ ચિકિત્સક અધિકારી ડોક્ટર ઉત્સવ બારીયા તેમજ RFO ઉપસ્થિત રહ્યા

 

તારીખ : ૪ માર્ચ

 

ગરબાડા તાલુકાના બોરીયાલા ગામ ખાતે ગરબાડા મામલતદાર કે.પી સવાઈ ની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઈ હતી જે રાત્રી ગ્રામ સભામાં સરકારશ્રીની દરેક યોજનાઓનો લાભ છેવાડાના માનવી ને મળી રહે તેમજ ગામ લોકોને પડતી મુશ્કેલીઓ સમસ્યા નિવારણ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને ગામ લોકોને સરકારશ્રીની યોજનાનો લાભ મળે તે માટે તેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં તાલુકા પશુ અધિકારી ચિકિત્સક અધિકારી ડોક્ટર ઉત્સવ બારીયા વન વિભાગના અધિકારી એમ એલ બારીયા તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓ ગામના નાગરિકો અને સરપંચ તલાટી ઉપસ્થિત રહ્યા હતા

Share This Article